________________
METZGEARS
આપના અંતરમાં શું રમી રહ્યું છે ? તે અમારી ટૂંકી-બુદ્ધિથી પરખાતું નથી ! એટલે આપના પર અવિશ્વાસ એ મહા–ભયંકર ગુન્હો છતાં અચાનક થઈ જવા પામે છે, તેથી જઇ-બંધના માનસિક-સંતાપને જોઈ યોગ્ય ઉકેલ માટે આપની સમક્ષ આ વાત રજુ કરવાની તક બે-ચાર દિવસથી મેળવવાની પેરવીમાં હતું, આજે અવસર મળેથી નમ્રભાવે વાત રજુ કરવા હિંમત કરી છે !”
મગનભાઈ આ સાંભળી જરા સ્વસ્થ બની બેઠા થઈ ખૂબ પ્રસન્ન–મુદ્રાએ પૂ. ચરિત્ર. નાયકશ્રીને પાસે બેસાડી માથું અને બરડાને પંપાળવા પૂર્વક બોલ્યા કે—“બેટા હેમુ ! ખરેખર ! તારી નિખાલસતા, વિનય અને બોલવાની તેમજ વાત રજુ કરવાની રીત-ભાત, તારી નાની ઉંમર છતાં અજબ વિવેકભરી છટા આદિ દેખી મારૂ હૈયું ગજ-ગજ ઉછળે છે !”
“બેટા શું તને એમ લાગે છે કે-મારી વિચારધારા પલટાઈ હશે ? મારા વિષમપાપને તીવ્ર ઉદય છે, કે-હું પ્રભુ-શાસનના સર્વ સ્વરૂપ અને શ્રાવક–લની સફલતા રૂપ સર્વવિરતિના પંથે જઈ શકતો નથી ! પણ પુણ્યગે તમે બંને ગત–જન્મની આરાધનાના બળે સંસારની મેહમાયાથી અલિપ્ત રહી ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયા છે ! તે તમને સઘળી રીતે સહકાર ન આપું ! અને હું પણ કુટુંબીઓની જેમ મહની ઘેલછા રૂપ માત્ર શારીરિક-માવજત અને દવા વગેરેની દરકારને વધુ પડતું મહત્વ આપું ! તેવું તે પૂ. દેવ-ગુરુના પ્રતાપે મારા જીવનમાં બનવા ન પામે !
પણ દુનિયાની કહેવત છે કે “જેવાની સાથે તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ” વાંકે લાકડે વાંકે વહેર” એટલે તમને બંનેને પ્રભુ- શાસનના પંથે સફળતા પૂર્વક ચઢાવવા ઊંટની ચાલે ચાલ મેલવવાની જેમ જરા સંસારી જ ને સાનુકૂળ બનાવવા માટે જે પાણીએ મગ સીઝે તે રીતે રીઝવવા”ની વ્યવહારૂ નીતિને આશ્રય લઈ મણિલાલની તબિયત હકીકતમાં નરમ છે જ, તે તે ચીજને લાભ લઈ તેમાંથી સંયમ-ગ્રહણ જેવું મહા ઉચ્ચકેટિનું ફળ મેળવી શકાય, તેવી બાજી ગઠવી છે”.
| હેમચંદે નમ્રતાથી કહ્યું કે—બાપુજી ! એ તે મને ચોક્કસ ખાત્રી છે કે-આપની અંતરની લાગણી સંતાનોના આત્મકલ્યાણ તરફ વધુ છે ! પણ મારી ટૂંકી-બુદ્ધિથી ન કળી શકાય તેવી બાબત પૂછવાની હિંમત ન થતાં ગમ્મતમાં આ રીતે પૂછવાની ધૃષ્ટતા કરી બેઠે છું ! તે બદલ ક્ષમા યાચું છું !” - મગનભાઈએ કહ્યું કે–“ના ! ના ! બેટા હેમુ ! જરા પણ વધે નથી ! તારા અંતરમાં જિનશાસનની અપૂર્વ-પ્રભાવના કરવાની જે નિગ્રહ-શક્તિઓ રહેલી છે ! જે સમય આબે આખા જિનશાસનને ઝળઝળાટ કરી મુકશે ! કે જે ની ખાત્રી તિષીના ફળાદેશ કરતાં પૂ. તારક ગુરૂદેવશ્રીના મુખથી જાણેલી તારામાં છુપાયેલી શક્તિઓ ખરેખર મને આનંદ-વિભેર કરી દે છે ! એટલે તારા વ્યવહારથી મને જરાપણ દુઃખ નથી થયું !”
of
herWith ૨૪.
BE 4.
B
૨
ક
"