________________
આમ છતાં ભાવીયેગે જમનાબહેન સાથે લગ્ન-બંધનથી જોડાવું પડ્યું, પણ અંતરથી મગનભાઈ ત્યાગ-વૈરાગ્યના પંથે જવાની તક હંમેશાં શેધી રહ્યા હતા.
બાહ્ય-દષ્ટિએ સંસારની ઉપાધિમાં ફસાવા છતાં જરૂર પૂરતું વેપાર-ધંધામાં લક્ષ્ય આપતા, મોટેભાગે તેઓ દહેરાસર-ઉપાશ્રયમાં ધાર્મિક-પ્રવૃત્તિઓમાં જ જીવનને જોડી રાખતા, તેથી લેકજીભે તેઓ ભગતના હુલામણા નામથી પ્રખ્યાત થયેલા.
પ્રસંગે-પ્રસંગે પૂ. ઝવેરસાગરજી મ. ને સંપર્ક રૂબરૂ વંદન કરવા જઈને અને પત્ર વ્યવહારથી પિતાની નિષ્ઠાને જાગૃત રાખવા સતતપણે ધરાવતા અને પિતાના અંતરમાં ભવ–ભય નિવારક, તારક–ગુરૂદેવ તરીકે પૂજ્યશ્રીને ધારી તેમની દોરવણી પ્રમાણે જીવન જીવવા પ્રયત્નશીલ રહેતા.
આના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉત્કટ-વૈરાગ્ય અને તીવ્ર-સંચમાભિલાષ જાગે તે લક્ષ્ય રાખી વિવિધ પ્રકારે વાર્તાલાપ અને તેવી રીતભાતનું આયોજન મગનભાઈ વારંવાર કરતા.
કયારેક રાત્રે પૂ. ઝવેરસાગરજી મ. ના આવેલ વિવિધ-પત્રોમાંથી કેટલાક મહત્વના પત્રો વાંચી સંસારની વિષમતા, જિનશાસનની ઉત્તમતા, કર્મોના ઉદયને નિષ્ફળ કરવા માટે તપ, નિયમ, સંયમની મહત્તા અને શ્રાવક કુળમાં આચરણીય-કર્તવ્યનાં ફળરૂપ સર્વવિરતિની ઉપાદેયતા આદિ જીવનઘડતરની પાયાની બાબતે બંને બાળકોને બેસડી વિવિધ દાખલા-દષ્ટાંતે સાથે સમજાવતા.
તેમાં હેમચંદ કયારેક તર્ક વિતર્ક જોરદાર કરો કે
સંસારની રીતે કરાતી પુષ્કળ અજયણુ-અસંયમ ભરી છ–કાયની વિરાધનાની પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે એવા વિષમ-અનિષ્ટતર કર્મોના બંધન થયે જાય છે તેમાંથી શે છુટકારે આવે ? બાંધેલા કર્મ તે ભેગવ્યે જ ટકે થાય, તે બાંધેલ કર્મને ભેગવીને પૂરાં કરતાં કયારે આરે આવે ? અને એમ થતાં–થતાં જીવનયાત્રા સંકેલી લેવાને ટુંક વખત પૂરો થવા આવે તે કર્મનાં બંધનોને ફગાવી દઈ સર્વવિરતિ તાત્કાલિક શી રીતે લેવાય ? એને કાંઈ રસ્તે ખરે?”
મગનભાઈ હેમચંદની દલીલ પાછળ કામ કરતું પૂર્વ-જન્મની આરાધનાના બળથી રંગાયેલું માનસ પારખી ખૂબ હર્ષિત બની ધીમે રહીને હળવી શૈલીમાં તાત્વિક–ગંભીર વાતને પણ મીઠાશથી સમજાવવા પ્રયત્ન કરતા.
“ભાઈ સંસારની પ્રવૃત્તિઓમાં અજાણ વધુ હેઈ ડગલે ને પગલે કમેને ભાર વધે જાય એ વાત સાચી ! પરંતુ જોરદાર આંધી-પવનથી ઉડી આવેલ કચરો કે ધૂળ ગમે તેટલે ભેગો થયેલ હોય, પણ બારી-બારણાં બંધ કરી, અજવાળું રાખી ગ્ય રીતે સાવરણી લઈ મહેનત કરવાથી બધો દૂર થઈ જાય છે.”
તેમ પ્રભુ શાસનની મર્યાદા મુજબ દેશવિરતિના મર્મને પારખી સુયોગ્ય વ્રત-નિયમ