________________
DCV
બંને બાળકોનાં મુખ ચંદ્ર જેવા આહલાદક, નેત્રને ઠારનાર, હૈયાને હરખાવનાર, અંતરમાં આનંદ પમાડનાર અને મનને મોહ પમાડનાર હતા. તેમાં પણ બાળક હેમચંદ કીડા-વિંદ કરતાં કરતાં ક્યારેક ગંભીર બની ઈ જનારાને ઘડીભર ચિંતનાત્મક પિતાની દિવ્ય મુદ્રાથી એવો ભાસ ઉભો કરે કે જાણે પૂર્વ-જન્મને કોક ગભ્રષ્ટ તપસ્વી પિતાની અધુરી-સાધના પૂરી કરવાના બહાને અવતર્યો છે અને જગતના દુઃખી–જીના કલ્યાણથે કંઈક ગંભીર જનાઓ વિચારી રહ્યો છે.
બાળક હેમચંદનું હાસ્ય અને નયનતેજ ભલભલાને પ્રભાવિત કરનારું હતું. તેથી કામણગારા હેમચંદનું સુંદર મુખ જોઈ પાડોશીઓને પણ સહેજે રમાડવાની વૃત્તિ થઈ આવતી, પરિણામે પાડોશીઓ ઘરના કામકાજથી નિવૃત્ત થઈ જમનાબહેનના ઘરે આવી જાણે કાંક પરમનિધાન મેળવતા હોય તેવા ઉલ્લાસ સાથે બાળકને રમાડી જાતને ધન્ય માનતા જમનાબહેન પણ બધાને યોગ્ય આદર-સત્કાર કરવા પૂર્વક પોતાના બાળક પ્રતિ ઉમટતી તેઓની લાગણી એનું યોગ્ય અભિવાદન કરતા.
તપાવેલા સેનાની જેમ દેહની કંચનવણી કાંતિ, નાની-નાની બંને ભુજાઓ, કમળ-સુકમલ આંગળીઓ ભરાવદાર નાજુક પિંડીવાળા પગ, ચમકતી તેજસ્વી આંખે, સુંદર દેખાવડી નાસિકા અને રેશમ જેવા સુંવાળા વાંકડિયા કાળા વાળ આ બધું હેમચંદના કુદરતી-સુંદર અદભુત સ્વરૂપને વધુ આકર્ષક બનાવતું હતું.
કયારેક બાળ-સ્વભાવ પ્રમાણે હેમચંદ છણકો કરી—“વાટાનાં દરિવં પહજુ ઉક્તિ પ્રમાણે રવાની પ્રવૃત્તિ કરતા ત્યારે બાળકની સુભગતાથી મુગ્ધ બનેલ પાડેશની વહાલઘેલી બાઈઓ આવી જાત-જાતની મેહક વસ્તુઓ રજૂ કરી છાને રાખવા પ્રયત્ન કરતી. " પરંતુ ઘણી વખતે તેમાં બાળકની આદર્શ–મવૃત્તિથી અપરિચિત પાડોશણે સફળ ન થઈ શકતી. એટલે જમનાબહેન મદદે દેડી આવતાં અને કહેતાં,–“મારો લાડકવાયે સંસારીતુચ્છ ચીજોના મેહમાં ફસાય તેવું નથી” એમ કરી બાળકને પિતાની પાસે લઈ પ્રભુભક્તિનું સ્તવન તેમજ શ્રાવકજીવનની સફળતાને સૂચક આદર્શ સબુઝાયની બે-ચાર કડીઓ સંભળાવે એટલે ટુંક સમયમાં બાળક પ્રસન્ન બની ખિલખિલાટ હસવા માંડત.
આ પ્રસંગે જમનાબહેન કહેતા કે “પારણામાં ઝુલતી અવસ્થામાં પણ ન જાણે કેમ આ બાળક ક્યારેક રડવાના અવસરે ઘુઘરા વિગેરેથી ખુશ ન થતા, પણ પ્રભુ-ભક્તિના આવા સ્તવને સાંભળતાં જ પ્રસન્ન થઈ જતો, ત્યારની મારી લાડકવાયાની આ ખાસીયત થઈ ગઈ છે કે તેની રીસ ઉતારવા માટે પ્રભુભક્તિનાં ગીત સંભળાવવા સિવાય બીજા કોઈ ઉપાયથી પ્રસન્ન થત
જીવા
સળીયાદ છે
આ. જી. ૨૮