________________
MESSUDVÄZESUCRE
--
-
આ ઉપરાંત આ જાતકની આગવી વિશિષ્ટતા પણ દશમ-સ્થાનની પ્રબળતાથી ફલિત થાય છે કેઆ જાતક દેહત્યાગની છેલ્લી ઘડી સુધી નવ-નવીને શાસ્ત્રીય–ગ્રંથની રચના કરશે.
આ જાતક જ્ઞાનાર્જન કરવામાં પૂર્વના સંસ્કારાના બળે અલ્પ–સમય પુરતી ગુરૂની નિશ્રા મળવા છતાં આપબળે શાસ્ત્રીય-પરંપરાને પૂર્વજન્મની વિશિષ્ટશક્તિબળે કડીબદ્ધ મેળવી શાસ્ત્રોને મર્મજ્ઞ પારગામી બનશે, જેથી કે સામાન્ય–જનતાને આ જાતક જન્મથી જ જાણે જ્ઞાની હોય એને સઘળું જ્ઞાન તેમનામાં સંપૂર્ણ રીતે ભરેલું હોય તેવું લાગ્યા વિના નહીં રહે !
આના પરિણામે આ જાતક શાસ્ત્રીય-પદાર્થોને સર્વ પ્રથમ પ્રવકતા અને મુખ્ય આચાર્ય તરીકે સંઘમાં જાહેર થાય.
આ અનન્ય-સાધારણ વિશેષતા જાતકની છે.
વળી આ જાતકને પૂર્વ-સંસ્કારોની વિશેષતાના આધારે ધનસ્થાનનો અધિપતિ સૂર્યને લાભસ્થાનને અધિપતિ શુક, તૃતીય-પરાકમસ્થાનને અધિપતિ બુધ, તથા લગ્નવામી ચંદ્ર આ બધાને પુણ્ય-સહગ સાહજિક રીતે મળવાથી ધન-સંપદાની વગર–માંગે પણ અનુકૂળતા ધાર્યા કરતાં પણ વધુ થઈ રહેવાનું ચોક્કસ સંભવ લાગે છે.
વધુમાં બારમા-વ્યયસ્થાનનો અધિપતિ બુધ શુભગ્રહ હોવાથી અને તે લગ્નાધિપતિની સાથે લગ્નમાં હોવાથી આપમેળે મળી આવતી ધનરાશિનો સદુપયોગ જાતકના હાથે થવાનું સ્પષ્ટ જણાય છે.
જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે કેન્દ્રમાં એથે રહેલે ગુરુ બારમા સ્થાનને સંપૂર્ણ–દષ્ટિથી જોઈ રહેલ છે. આ બાબત પણ મહત્વપૂર્ણ છે?
આના ફળ તરીકે જાતકની વૃત્તિ ધમ–ભાવનાથી રંગાયેલી અને મળેલ સામગ્રી મુક્ત-મનથી સદુપયોગની દિશામાં વાપરી જાણે.
વળી માતાજી અને જ્ઞાતતવ માં જણાવેલ ગ્રહોની ભાવગત બળબળતા–વિચારને જોતાં મહત્ત્વની વાત એ પણ જણાય છે કે –
કઈ પણ જાતકની કુંડળીમાં કેતુ ત્રીજે, છઠું કે અગિયારમે હોય તો જાતકની ધર્મ લાવનાને સક્રિય બનવામાં અથવા શાસન-હિતકર પ્રવૃત્તિઓને અમલી બનાવવામાં આવનારા વિને-અંતરાયે-જાતકની પુણ્યસંપદાના આધારે હઠાવવામાં સગી બને છે.”
છેલ્લે છેલ્લે આ જાતકની અપ્રતિહત આત્મશક્તિને પરિચય આપનારી બાબત એ છે કે –
આધ્યાત્મિક-શુદ્ધિ એટલે અંતરંગ-સદ્વિચારોના ઘડતર માટે જરૂરી બળ પૂરનાર શનિ જાતકની કુંડળીમાં લગ્નથી સાતમે હોવા છતાં વિશિષ્ટ–ગણિતના આધારે ચલિત થઈને આઠમા સ્થાને પિતાની કુંભ-રાશિમાં આવે છે.
તે ગણિતની માર્મિક-ધીષણના આધારે મહાયેગાવતારી જાતક બને, એવી ધારણા ઉપજાવે છે.