________________
MOBBOVUN
આ ઉપરાંત દેવજ્ઞ–ચૂડામણિ શ્રીયુત ૫, ગણેશદત્ત-શર્મા વિરચિત ગાતા-જિarif ગ્રંથમાં ત્રીજા-અધ્યાયને સાતમા લેકમાં મહત્વની વાત નોંધાયેલી છે કે-જેની રજુઆત કરતાં મને પિતાને પણ ખૂબ આનંદ થાય છે.
હકીકતમાં મહાપુરૂષ તરીકે આ જાતક થવાનો છે, એની પાકી ખાત્રી કરાવનારી આ બાબત નાતા-ચિંતામળિ ના ઉલ્લેખ સાથે અક્ષરશઃ મળતી આવે છે. તે એ છે કે –
દ્વિતીય સ્થાનનો અધિપતિ સૂર્ય જાતકના જન્મ સમયે કેંદ્રમાં અને તે પણ લગ્નમાં વળી શુભગ્રહદષ્ટ અને તત્વચિંતનની હથેટી ઉપજાવનાર બુધ ગ્રહ, શક્તિઓની વિશિષ્ટ-સીમાઓને પરિપુષ્ટ કરનાર શુક્ર ગ્રહ અને માનસિક રીતે અજબ ગંભીરતા આદિ ક્ષમતા ઉપજાવનાર સ્વગૃહી ચંદ્ર સાથે રહેવાથી એવી મહત્વપૂર્ણ-ભૂમિકાનું સર્જન કરી રહ્યો છે કે –
ચકકસપણે આ જાતક ભવિષ્યમાં લોકદષ્ટિથી ખૂબ જ નાની વયમાં પણ સ્વ-બુદ્ધિ, સ્વ-પુરૂષાર્થ અને અજબ-પ્રતિભાવડે શાસ્ત્રોના અથાગ-દરિયાને અવગાહવાના પરિણામે શાસ્ત્ર-સમુદ્રમાં વર્ષોથી છુપાઈને રહેલા વિશિષ્ટ-જ્ઞાનીગમ્ય અને ગીતાર્થતા દ્વારા ઉપલભ્ય શ્રતરત્નને શોધીને દુનિયા સમક્ષ ભવ્ય રજુઆત કરવાની વિશિષ્ટ શક્તિસંપન બની સાચા અર્થમાં રહસ્યવાદીપણું મેળવે, એમ ચેકસ લાગે છે !!!”
આ વાતનું સમર્થન આધ્યાત્મિક-વિજ્ઞાનના પાયાની ભૂમિકાને પ્રબલ બનાવનાર તેમજ યથોચિત-સાધના સહકારબળે મોહના સંસ્કારોની વિષમ-ભૂમિકાને પણ પલટાવી નાખનાર શનિગ્રહની લગ્નસ્થ ચારેય ગ્રહો ઉપર પડી રહેલ સંપૂર્ણ દષ્ટિથી સ્પષ્ટ રીતે થઈ રહ્યું છે.
અહિં વધુ નેંધપાત્ર બીના એક એ પણ છે કે –
શનિગ્રહની સંપૂર્ણ દષ્ટિ કેન્દ્રસ્થ બુધ, શુક્ર, ચંદ્રના બળને પૂરક સૂર્ય ઉપર હોવાથી જાતક સામાન્ય, સાહિત્ય જેવા વિલાસી કે ન્યાયશાસ્ત્ર જેવા દુરૂહ શાને પારગામી કે તત્વજ્ઞ અને એવું નહિ, પણ પ્રાણીમાત્રના હિતની સાધના જેનાથી થાય તેવા આધ્યાત્મિક–મૌલિક ગ્રંથને રહસ્યવેત્તા બને અને તેના ઉદ્ધાર–સંરક્ષણ આદિનું અનન્ય-સાધારણ કાર્ય કરી, સામાન્ય બાલજેનું જ્ઞાન પ્રતિ ભક્તિભાવ-ભર્યું વલણ થાય, તેવું સ્પષ્ટ જણાય છે.
આ વાત ખૂબ જ નોંધપાત્ર અને જાતકની અનન્ય-સાધારણ-વિશિષ્ટતા સૂચવે છે.
આ કુંડલીમાં બીજા પણ કેટલાક અસાધારણ ગો ગ્રહોની સ્થાનગત-વિશિષ્ટ-સ્થિતિથી બની રહ્યા છે, તે આ પ્રમાણે
= ગુરૂ અને શુક ભાગ્યાધિપતિ તથા લાભેશના કેંદ્રમાં અને બુધ ગ્રહ જન્મ લગ્નેશના કેંદ્રમાં હેવાથી આ ગ બનેલે છે.
આના પરિણામે જાતકમાં વિદ્યાસંપત્તિને પ્રબલ એગ સફળરીતે વિકસે તેમ લાગે છે.
૨૭૧