________________
MAMBOVUN
મગનભાઈ વચ્ચે-વચ્ચે બાળકના માથા ઉપર લેકદૃષ્ટિથી વાત્સલ્ય પ્રદર્શિત કરવાની પ્રક્રિયાને આધ્યાત્મિક-સ્વરૂપ આપવારૂપે પ્રભુની વાણી બાળકના નિર્દોષ મગજ ઉપર બરાબર અંકિત થઈ રહે, તેવા ભાવ સાથે શ્રીનવકાર–મહામંત્ર જાપ હાથ ફેરવવારૂપે કરતા.
અગિયાર વાગ્યે વ્યાખ્યાન પુરૂં થયું, ત્યાં સુધી બાળકે પેશાબ કે રડવાનું ન કર્યું. એ ખરેખર મહાપુરૂષ તરીકેની નિશાની બાળકના સ્વજન-વર્ગના હૈયામાં બરાબર જચી ગઈ
બપોરના સમયે બાળકના મામા બાળકને બજારમાં અને મોસાળ-પક્ષના કુટુંબીઓના ઘરે ફેરવી ઉપાશ્રયે મગનભાઈ પાસે લાવ્યા. મગનભાઈ તે વખતે પ્રભુ મહાવીર પરમાત્માના ચિત્ર સમક્ષ “પ્રભુ મહાવીરના શાસનની સફળ-આરાધનાના પ્રતીકરૂપે સર્વવિરતિને પંથ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય” એવી મંગલ-ભાવનાથી શ્રી મહાવીર પરમાત્માને જાપ કરી રહ્યા હતા.
બાળક-હેમચંદને પ્રભુ-મહાવીરના ચિત્ર સમક્ષ સૂવાડી, પ્રભુ-મહાવીરના વર્તમાન • કાલીન–શાસનને ધુરંધર આ બાલક નિવડે-એવા હાર્દિક-ભાની ગુંથણી કરી.
બાળકના મામા બાળકને ઉપાશ્રયમાં પૂ. સાધુ-ભગવંતના ચારિત્રના ઉપકરણ અને ધાર્મિક-વાતાવરણને જગવનાર સુંદર ચિત્રના દર્શન કરાવી સાધ્વીજી મહારાજના ઉપાશ્રય જમનાબેન પાસે મૂકી આવ્યા.
અમાસના દિવસે બાળકના જન્મની થિી માસિક તિથિ હોઈ જમનાબહેને સવારે શ્રી અજિતનાથ-પ્રભુના દહેરે સ્નાત્ર ભણાવી, પ્રભુ મહાવીર–પરમાત્માના ગભારામાં બાળકના હાથે જાસૂદ, ગુલાબ, ચમેલી, ડમરો આદિ ફૂલે તથા તેના નાના–મેટા હાથી ભવ્ય અંગરચના કરી-કરાવી શાંતિકલશ કર્યા પછી બાળકને પિતૃક–દેરાસરે લઈ જઈ શ્રી વાસુપૂજ્ય પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી-કરાવી ઉપાશ્રયે લઈ જઈ પૂ. ગુરૂદેવ-સમક્ષ ગહુંલી કરી જ્ઞાનપૂજા કરવી વાસક્ષેપ નંખાવ્યો.
મગનભાઈએ પણ બાળકને પાસે રાખી તેના કાનમાં સાત-નવકારમંત્ર સંભળાવી મસ્તિષ્કના જ્ઞાન કેન્દ્ર ઉપર હાથ ફેરવી વયવૃદ્ધિની સાથે પ્રભુ-શાસનની સમજણું યેગ્ય રીતે વિકાસ પામે તેવી મંગલકામના કરી
પછી જમનાબહેન ઘરે આવી બાલકની ચોથી માસિક-તિથિ અને દિવાળીનું ટાણું હોઈ સગા-વહાલાને નેતરી વિવિધ-પકવાન આદિ સામગ્રીનું જમણ આપી--કુલાચારની મર્યાદાઓ જાળવી.
બાળકના મોસાળ પક્ષના સ્વજનોએ સુંદર ઝબલું-ટોપી અને નાજુક દેખાવડે મધુર ધ્વનિવાળો ઘુઘરો વિગેરે આપી બાળકને રમાડી વહાલ પ્રદર્શિત કર્યું.