________________
NESADRZEURS
-
૪
મગનભાઈએ કહ્યું – “સારૂં, સારૂં, પંડિતજી ! આ તે મનને ઉત્પાતીઓ સ્વભાવ છે. બાકી તમે તમારે નિરાંતે શાંતિથી બધું ગણિત કરી, ચોકકસ-પાકું-સ્પષ્ટ-ભાવિના સૂચનવાળો ફળાદેશ તૈયાર થાય ત્યારે જણાવશો.”
થોડા દિવસ પછી આસો વદિ તેરસ-ધનતેરસના આગલા દિવસે સાંજના પાંચ વાગે મગનભાઈને દુકાન ઉપર પંડિતજીને ત્યાંથી એક વિદ્યાથી ચિઠ્ઠી આપી ગયે, જેમાં આવતી કાલે સવારે નવ વાગે બાળકના જન્માક્ષર અને ફળાદેશ લેવા આવવાનું સૂચન હતું.
મગનભાઈ આ વાંચી ખૂબ પ્રસન્ન થયા, આવતી કાલે બાળક-હેમચંદનું ભાવી જાણવા મળશે અને મારા જીવનની સર્વવિરતિ-સ્વીકારની મહેચ્છા પરિપૂર્ણ થાય, તેવા સુંદર–સંગોની જાણકારી મળશે, આદિ વિચારધારામાં મગનભાઈએ રાત્રે પ્રતિક્રમણ પછી મંગલભાવનાના ચિંતન સાથે શ્રી નમસ્કાર-મહામંત્રનો જાપ ત્રણ બાંધી માળારૂપે કર્યો
સવારે વહેલા ઊઠી, રાત્રિ-પ્રતિક્રમણ કરી, દેરાસરે જઈ અષ્ટપ્રકારી-પૂજા સંક્ષિપ્ત-વિધિઓ કરી, સાડા આઠ વાગે ઘરે આવ્યા. સારા-વસ્ત્રો પહેરી હાથમાં શ્રીફળ અને પાંચ-પકવાનની છાબ તથા સુંદર–ગુલાબને હાર લઈ જોષી-મહારાજના ઘરે બરાબર નવ વાગે હાજર થયા.
પંડિતજી પણ નાહી-ધોઈ પૂજાની ઓરડીમાં માલા ગણી રહ્યા હતા, બેઠકમાં મગનભાઈ આવી ગયાના સમાચાર મેળવી પ્રસન્ન થયેલ જોષી મહારાજ પૂજાના વસ્ત્રો બદલી સ્વચ્છનિર્મળ વસ્ત્રો પહેરી બેઠકખંડમાં આવ્યા.
મગનભાઈએ શ્રીફળ તથા પકવાનની છાબ સામે ધરી ગુલાબને હાર પંડિતજીના ગળામાં પહેરાવ્યો.
પંડિતજીએ મગનભાઈને યોગ્ય-આસને પૂર્વાભિમુખ બેસાડી ડીવાર ઈષ્ટદેવનું ધ્યાન ધરવા કહ્યું.
પંડિતજી તે દરમ્યાન લાકડાની નાની પેટી લઈ આવ્યા. નાભિપ્રમાણ ઊંચા બાજોઠ ઉપર પધરાવી પુષ્પાંજલિ ચડાવી ધૂપ કરી વહમાન સ્વરે કુંભકના પ્રયોગ સાથે ઉઘાડી.
મગનભાઈએ એકસે અગિયાર રૂપિઆ સામે ધરી બહુમાનપૂર્વક નતમસ્તકે અંજલિ ધરી, જેમાં પંડિતજીએ ગળ-ભુંગળારૂપે આખી જન્મપત્રી, કાશીના પંડિતરાજે લખી આપેલ કાગળ તથા પોતે કુંડળીને ટૂંકમાં નકકી કરેલ ફળાદેશને કાગળ, આ બધું જેમાં વ્યવસ્થિતપણે ગોઠવેલ તેવી રેશમી જરીયાન રૂમાલવાળી ચાંદીની થાળી મૂકી.
મગનભાઈએ તે બધું શિરોધાર્ય કરી સ્વીકારી લીધું, અને સેનાની નાની કંઠી પંડિતજીને ભેટ તરીકે ધરી.
: