________________
WeletZદદLE Wક
બીજે દિવસે છ ક્ષય હોઈ શાશ્વતી શ્રી નવપદની આરાધના ચાલુ થતી હતી. તેથી મગનભાઈએ ઉપવાસ પર બેલ કરી નવપદજીની ઓળી વિધિપૂર્વક કરવાની શરૂઆત કરી.
જમનાબહેને પણ ઉપાશ્રયમાં જઈ ચૈત્રી ઓળીની માફક ક્રિયા સહિત એળી કરનારી બહેને સાથે વિધિસહિત એળીની શરૂઆત કરી.
ઓળીના પ્રથમ દિવસે શાસનનાયક સર્વજીવ-હિતકારક શ્રી અરિહંત-પરમાત્માની આરાધના મગનભાઈ તથા જમનાબહેન ભાલ્લાસથી કરી.
હડહડતા-વિષમ કળિકાળમાં ઉત્કૃષ્ટ રીતે જીવનશુદ્ધિનો રાહ સમજવા અને યથાશક્તિ આચરવા મળે છે, તે બદલ શ્રી અરિહંત-પરમાત્માને શાસન-સ્થાપના દ્વારા મહાઉપકાર નજર સામે રાખે.
બીજે દિવસે આઠમ જેવા પંચપર્વના વિશિષ્ટ દિવસે આઠ કમેને ક્ષય અને સિદ્ધના આઠ ગુણોથી ઉપાસનાના સુમેળવાળી આરાધના કરી, સઘળી ધર્મ આરાધનાના પ્રધાન લક્ષ્યરૂપ કર્મનિર્જરાના આશયને શ્રી સિદ્ધપદની આરાધના દ્વારા સ્પષ્ટ બનાવ્યું.
ત્રીજે દિવસે શ્રી આચાર્ય પદની આરાધનામાં શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપિત સર્વહિતકર-માર્ગને વારસાગત ચલાવવા રૂપે મહાઉપકાર કરનારા પૂજ્ય-પુરૂષની અદ્વિતીય -અસાધારણુ મહત્તા ધ્યાનમાં રાખી આજે પણ આવા કોક સમર્થ શાસનપ્રભાવક, આગમજ્ઞાતા કાળબળે ઝાંખી પડેલ શાસન પ્રભાને સતેજ કરનાર પુણ્યાત્માની શુભ કામના દઢ કરી.
ત્યારપછી–લૌકિક દૃષ્ટિએ વિજયાદશમી તરીકે ઓળખાતી આસો સુદ દસમે મગનભાઈએ અંતરંગ અખૂટ જ્ઞાનાદિ–રોના ખજાનાને દબાવી બેઠેલ રાગાદિની વાસનાઓના મૂળજનક મોહનીયકર્મને નવપદની આરાધનાના કામે ચોથા દિવસે આવતી શ્રી ઉપાધ્યાય પદની આરાધના દ્વારા નિયંત્રિત કરવાની અપૂર્વ તૈયારી કરી.
જમનાબહેને પણ આગમધર–મહાપુરૂષની વર્તમાનકાળે ખાસ જરૂરિયાત અનુભવી શ્રી ઉપાધ્યાય પદની આરાધના દરમ્યાન અગિયાર અંગ, બાર ઉપાંગના જાણકાર અને ચરણકરણની આસેવામાં નિષ્ઠ મહાપુરૂષની આશંસાપૂર્વક ખૂબ ઉમંગથી કરી.
વધુમાં દહેરાસરમાં મગનભાઈ સાથે સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવ્યા પછી પૂ. પં. શ્રી પદ્ય વિજયજી મ. અને પૂ, ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત શ્રી નવપદજીની પૂજાની ચોથી ઢાળ મગનભાઈના ભાવવાહી સૂર સાથે હૈયાના તાર ભેળવી આગમધર-મહાપુરૂષની ઝંખનાને સાકાર બનવા માટે શુભઆશંસા કરી.
મગનભાઈએ પણ વિજયાદશમીના દિને શ્રી ઉપાધ્યાય-પદની આરાધના દ્વારા મેહના સંસ્કારને નાથી, વિકારી ભાવનાઓ પર વિજય મેળવવા રૂપે સફળ રીતે ચારિત્રમોહને ક્ષપશમ મેળવવા આદર્શ પ્રેરણા-બળ મેળયું.
આગળ હાક ર )