________________
1DBOYUN
निवारणार्थ समय-समयपर उत्तम महापुरुषों की उत्पत्ति विश्वकल्याणार्थ होती ही है !
आज में अपने जीवनकी इस-धन्य घडीको कमी न भूलूगा, कि-जीवनयात्राके पश्चार्द्धमे ऐसे भावी महापुरुष रुप लक्षण-संपन्न जातकका प्रत्यक्ष दर्शन किया !
अच्छा तो शेठजी ! बडे भाग्यशाली हैं आप ! भारतकी गरिमामें कालबलसे जो कमी भा रही है, उसकी पति आपके यहाँ अवतरित-संतान के द्वारा होगी !
इस सौभाग्य बदल में आपका हार्दिक अभिनंदन करता हूँ ! रत्न कुक्षिधारिणी-मगलमयी-पुण्यजननी माता को भी मेरा मंगल आशीर्वाद है कि......
वे विरल उत्तम-पवित्र बालकके यथोचित संस्कारों के प्रयत्नके साथ महापुरुषके रुपमें जातक विकासमें पुण्य योगदान सफल रुममें देती रहें.
अच्छा, तो शुकलाजी ! चलें, अब काफी समय हो गया !
એમ કહી પંડિતરાજ ઊભા થવાની તૈયારી કરવા લાગ્યા, તે વખતે ઉચિતમર્યાદાને જાણનાર મગનભાઈએ સોનેરી કિનારીને છેતી જોટો તથા પીતાંબરની જેડ તેમજ સુંદર મોતી ગૂંથેલી એક માળા પંડિતજીને ભેટ ધરી.
કાશીના પંડિતરાજે સંકોચપૂર્વક સ્વીકારી, મગનભાઈની ઉદાર વિવેકબુદ્ધિની પ્રશંસા કરવાપૂર્વક વિદાય થયા.
મગનભાઈ સ્વજનવર્ગ સાથે દલાલવાડાના નાકા સુધી વિદાયમાન આપવા ગયા.
પાછા વળતાં સ્થાનિક–તિષીને “કાલે બાર વાગે કાશીના પંડિતરાજને મળી તેમને લેખિત અભિપ્રાય મેળવી તેના ઉપરથી તમે વિગતવાર લખાણ તૈયાર કરી લેશે અને તયાર થાય એટલે મને કહેવડાવજો” એમ કહી મગનભાઈએ ઘરે આવી જમનાબહેન સાથે પ્રતિકમણ ઘરે કર્યું.
તે પછી પૂ. ઝવેરસાગરજી મ. ને પત્ર જમનાબહેનને વાંચી સંભળાવી સારા જ્યોતિષી પાસે બાળકના ભાવિની જાણકારી મેળવવાની પૂ. ગુરુદેવશ્રીની સૂચના પ્રમાણે “ઘર બેઠે કાશીના મહાપ્રકાંડ જેશી મહારાજને સમાગમ અને તે પણ ઘરે આવી બાળકનાં લક્ષણોનું યથાવત્ ચેકસાઈપૂર્વક નિરીક્ષણ કરી ગયા.”
આ બધે દેવગુરૂને પ્રતાપ છે. હકીક્તમાં બાળક હેમચંદ કેક વિશિષ્ટ વ્યક્તિ લાગે છે. આદિ વાતે પછી સંથારપારસી ભણાવી.
મગનભાઈએ વિચાર્યું કે લૌકિક તંત્રશાસ્ત્રની રીતે મધ્યમ નવરાત્રિને મધ્યમ. દિવસ ખરેખર આજે બાળકના ભાવિદર્શનની અનુકૂળતાની દષ્ટિએ સારે પસાર થયે. તે આજની આ બધી પ્રવૃત્તિ સરવાળે મોહના ક્ષેયોપશમમાં સાનુકૂળરૂપે પરિણમે. એ શુભ આશયથી પાંચ બધી માળા ગણ સંથારે કર્યો.