________________
HOMVLVU
પછી સુંદર વસ્ત્રાભૂષણે પહેરાવી જ્ઞાતિવૃદ્ધ અને વડિલ-સ્વજનોને પગે લગાડી આશીર્વાદ લેવા નવજાત શિશુ—તેડેલ જમનાબહેનને ઘરની આગળના ચોકમાં સુંદર સજાવેલ મંડ૫માં ગાદી તકીયાવાળા તખ્ત પર બેઠેલા સ્વજનવર્ગ આગળ કુલવૃદ્ધાએ મંગળ ગીત ગાવા સાથે લાવ્યા,
વૃદ્ધ અને ધર્મનિષ્ઠ જ્ઞાતિજનેએ બાળકને કુમળા ફૂલની જેમ ખોળામાં લીધે અને જમનાબહેન મર્યાદાપૂર્વક પગે લાગી કુલવૃદ્ધાઓની દોરવણુ પ્રમાણે સ્ત્રીવર્ગમાં વડિલેને પગે લાગીને આશિષ લેવા માંડ્યા.
નવજાત શિશુ પ્રથમવાર આટલા બધા લોકો વચ્ચે આવેલ છતાં બધાના આશ્ચર્ય વચ્ચે ક્ષોભ પામ્યા વગર બધાની સામે જોઈ મરક-મરક હસતે રહ્યો, જેથી બધા–સ્વજનોને ખૂબ વહાલ ઉપર્યું, પરિણામે વાત્સલ્ય–ભાવનું પ્રદર્શન માથે ચૂમી અને કુટડા ગાલ પર હાથ ફેરવવા દ્વારા સહુ કરવા લાગ્યા.
આ પ્રસંગે મગનભાઈએ પોતાના કુલગૌરવને છાજે તે રીતે નિકટના સગા-વહાલા તથા વિશિષ્ટ જ્ઞાતિજનોને બહુમાન પૂર્વક તેડ્યા હતા, કેમકે કુલાચાર પ્રમાણે આજે નામકરણ-વિધિ કરવાની હતી, આ નિમિત્તે જ્ઞાતિની વાડીમાં મગનભાઈએ સઘળા કુટુંબીઓ-જ્ઞાતિજનો ઉપરાંત ધર્મનિષ્ઠ-પાડોશીઓ અને મેળ-મુલાકાતીઓને સત્કારવા સવારે નાસ્તો, બપોરે અને સાંજે પાંચ પકુવાન મિઠાઈઓના જમણની ગોઠવણ કરેલ,
સવારના ચઢતે પહોરે મગનભાઈ મોટા તખત ઊપર ગાદી-તકીયા-ગાલીચા પથરાવી સહુ જ્ઞાતિવૃદ્ધો, સ્વજને અને કુટુંબના વડિલેને એગ્ય રીતે સત્કારવામાં અને ભાત-ભાતના બહુમાનના પ્રકારોથી સહુને યથાયોગ્ય બેસાડવાને વિવેક દાખવવા માંડેલ,
નાસ્તા-પાણીની વિધિ ઉમંગભેર પત્યા બાદ મગનભાઈએ સહુને યથાયોગ્ય પહેરામણી મુકત મનથી કરી, સ્ત્રીવર્ગમાં પણ ઘરેણુ–સાડી વગેરેની પહેરામણ જમનાબહેને ઉમંગપૂર્વક કરી.
નવજાતશિશુને જ્ઞાતિવૃદ્ધો અને કુલવૃદ્ધાઓએ યોગ્ય લાડ લડાવી મંગળ-મુહૂર્તના અવસરે ફઈબાના ખેાળામાં પધરાવ્ય.
પ્રથમવાર આટલા બધા માણસની વચ્ચે અચાનક લાવવા તથા તેઓના અનેક પ્રકારના વાત્સલ્યપૂર્ણ—લાડભર્યા વિવિધ વ્યવહારે છતાં પણ ગભરૂ મનાતું તે નાનું બાળક જરાપણું
ભ ન પામ્યું, રડવું નહીં, બધાની સામે મરક-મરક હસતું રહ્યું, પિતૃપક્ષ-માતૃપક્ષની નાની મોટી અનેક બાઈઓના ખોળામાં, હાથમાં ફરવા છતાં ક્યાંય બાળકે અણગમ પ્રદર્શિત ન કર્યો.
નાની-વય–કુમળી વયમાં પણ આ નવજાત-શિશુ આવી ધીરતા-ગંભીરતા ધરાવે છે તે જોઈને ખરેખર મગનભગતના ઘરે કોકગભ્રષ્ટ મહાપુરૂષ જ અવતર્યો લાગે છે, એમ સહુ વ્યક્ત-અવ્યક્ત સ્વરે આંખના ઈશારાથી સૂચવતા હતા.
બાળકના માતૃપક્ષની કુલવૃદ્ધાએ કહ્યું કે-“આજે ભાદરવા મહિનાની સુદ પક્ષની “તીજ