________________
ABDIVU
જેઠ વદ ૮ ના પ્રતિકમણ પછી રાત્રે શુભ વિચારણા કરતાં સઘળા આગમના નિચંદ રૂપ ટૂંકાણમાં આખી દ્વાદશાંગીને પરિચય જેમાં છે તેવા શ્રી નંદીસૂત્ર મૂળી (ચૂલિકા સૂત્ર) સાંભળવાની જિજ્ઞાસા થઈ
મગનભાઈએ પૂ. શ્રી ઉદ્યોતવિજયજી મ. ને વાત કરી, પૂ. શ્રી ઉદ્યોત વિજયજી મ. શ્રીએ શ્રી નંદીસૂત્રના સાત આયંબિલ કરેલ પણ વ્યાખ્યાશક્તિ માટે ક્ષોપશમ ન હતું, તેથી મૂળ તેઓ વાંચતા અને પૂ. નયવિજયજી મ. તેને ટૂંક ભાવાર્થ કહેતા.
આ રીતે જેઠ વદ ૧૦ થી અષાડ સુ. ૧૦ સુધીના દિવસેમાં ૭૦૦ ગાથાનું મહામાંગલિક શ્રી નંદીસૂત્ર આખું અર્થ સાથે જમનાબહેને મગનભાઈ સાથે સામાયિક લઈ બરે ૩ થી ૪ના ગાળામાં સાંભળ્યું, પરિણામે ખૂબ ઉલ્લાસ થ. - ત્રણ દિવસ પછી ચોમાસી ચૌદશ આવી, કુટુંબીઓને ઈન્કાર છતાં મગનભાઈની હાર્દિક મૂક સંમતિ હેઈ જમનાબહેને ગર્ભસ્થ પુણ્યાત્માની મંગળભાવનાથી પ્રેરિત બની ચૌમાસીને છઠ્ઠ કરી બે દિવસનો પૌષધ કર્યો.
ચીમાસી દેવવંદન કર્યા. ૨૪ તીર્થંકર પરમાત્માના દેવવંદનમાં મેહના સંસ્કારોને સમૂળનાશ કરવા માટેની પ્રેરણાનાં અમૃત જમનાબહેન કલ્પનાથી મેળવતાં રહ્યાં અને ઉલ્લાસની લાગણી અનુભવી “મેહના ક્ષપશમની વિશિષ્ટ ભૂમિકાએ લઈ જનારા વીતરાગ પ્રભુનાં આગમે ક્ષાયિકભાવે મેહને ખસેડનારાં બને છે, માટે આ કાળમાં હકીકતમાં શ્રુતજ્ઞાનની ભક્તિ-ઉપાસના જીવનશુદ્ધિ માટે ખૂબ જરૂરી છે.”
આ વાતને મૂર્ત સ્વરૂપ આપનાર પુણ્યવાન જીવની માતા બનવાનું સૌભાગ્ય કદાચ મને મળે તેમ છે, એવી ખાત્રી વૃષભનું સ્વપ્ન, ગર્ભમાં બાળકના આવ્યા પછી પિતાની ઉત્તરોત્તર ચઢતી ધર્મની ભાવના, તેવા વિશિષ્ટ દોહદ, આગમની ભક્તિ કરવા માટેના વિવિધ મનેર આદિથી જમનાબહેનને થયેલી.
ચીમાસીની મંગળ-આરાધના ઉમંગભેર કર્યા પછી શરીર જરા શિથિલ બન્યું.
ઉલટીઓ અને ઉબકા વધુ આવવા લાગ્યા, પણ શ્રીનવકાર મહામંત્રનો જાપ અને સમકિતના સડસઠ બેલની સજઝાય તથા પં-રૂપવિજયજી મ. કૃત પિસ્તાલીશ આગમની માટીપૂ ના સ્વાધ્યાયમાં મન પરોવી જમનાબહેન શારીરિક-પીડાઓને શમાવવા લૌકિક દેશી ઉપચારોની વધુ પડતી તમન્ના રાખ્યા વિના ખૂબ જ પ્રસન્નતાથી પરિસ્થિતિને અનુરૂપ બની રહ્યાં.
મગનભાઈ પણ અવસરેચિત નવમા મહિને ગર્ભની પરિપકવ અવસ્થાને કારણે તેમજ શારીરિક-બંધારણની દષ્ટિએ થતા ફેરફારોને દેશી વૈદ્યરાજની સલાહ પ્રમાણે પારખી યથાગ્ય
જીવન ચાલી
૧૫