________________
તેને જ્ઞાન સહિત ક્રિયા કરવામાં હિત ધશે.”
આ શબ્દો મગનભાઈના હૈયામાં સાધુ-ભગવંતે પ્રતિ ઉડે મમતાભર્યો ધર્મરાગ સૂચવે છે.
“બાકી આ કાળે ઘણું જ વેવાર (વ્યવહાર)ના રસીયા છે, પણ કેટલાક તે વિશેષ ફળ પ્રાપ્ત થાય તેવી વાત સાંભળી પણ શકતા નથી.”
આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે શાસનના સુદઢ-અનુરાગી મગનભાઈ તે વખતના આરાધકેમાંથી કે વિવેકભર્યો વિચારને નિતાર તારવીને યોગ્ય-ગુરૂમહારાજ આગળ પિતાનું હૈયું ઠાલવવારૂપે પિતાના શ્રાવકપણાની ઉજજવળતા મેળવવા મથામણ કરી રહ્યા છે. તે આ લખાણથી સ્પષ્ટ રીતે જણાય છે.
પૂ. ચરિત્રનાયકશ્રી છેલ્લી-સદીના મહાન આગમ-વ્યાખ્યાતા, ઉચ્ચ-કેટિના શાસન-સંરક્ષક, આદર્શ-શ્રતાનુરાગી, આગમજયોતિર્ધર થવાના હેઈ આવા પુણ્યવાન-સુદઢ વિશુદ્ધ-શ્રદ્ધાસંપનના સુપુત્ર તરીકે જન્મવાના હોઈ જાણે સૂર્યોદય પૂર્વે અરૂણોદય થતું હોય તેમ પૂ. ચરિત્રનાયકશ્રીના વ્યક્તિત્વને સક્રિય થવા માટે અનુકૂળ ઉદાત્ત-વિચાર-બીજેથી સંપન્ન ભૂમિકા મગનભાઈમાં ઘડાઈને તૈયાર હતી એમ લાગે છે. આ અનુમાનની યથાર્થતા ઉપરના પત્રની છેલ્લી લીટીઓથી આપણને સચોટ રીતે સમજાય છે.
આવા ધર્મ-સંસ્કાર સંપન્ન આદર્શ-શ્રાવક શેઠ શ્રી મગનભાઈ જ્ઞાની–સદ્દગુરૂઓની નિશ્રાએ યોગ્ય તાત્વિક નિયમ-વ્યવહારનું પાલન ફરજરૂપે કરી રહ્યા હતા, તેની સીધી-આડકતરી અસર પૂ. ચરિત્રનાયકશ્રીના માતુશ્રી જમનાબહેન પર પણ વિશિષ્ટ રીતે પડી હતી.
પરિણામે તેઓ પણ શ્રાવિકા તરીકે પિતાના આદર્શ–વ્યવહારને નભાવવા સાથે મગનભાઈની દરેક ધાર્મિક-વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં ધાર્મિક-લક્ષ્યના પૂરક તરીકે સહયોગી બની રહેલ.
આવા આદર્શ–દંપતિરૂપ બંને મહાનુભાવે શ્રાવક-શ્રાવિકા તરીકેના ઉદાત્ત જીવન-વ્યવહારથી કપડવંજની પુણ્ય-ધરતી પર આગમના અણમોલ-વારસાને સુસમૃદ્ધ-સુરક્ષિત બનાવી-જાળવી રાખવાની વિશિષ્ટ-શક્તિવાળા મહાપુરૂષને જન્મવા માટેનું અનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા હતા.