________________
આદુબરઋષિએ મહારાજા હરિશ્ચન્દ્રની ભાવનાનુસાર રાજસૂય જેવા મોટા યજ્ઞની વિધિ કરાવવાનું સ્વીકાર્યું.
તે માટે પિતાના શિષ્યોમાંથી વિદ્વાન અને કર્મકાંડમાં નિપુણ વેદપાઠી ૧૬ બ્રાહ્મણોની પસંદગી કરી, તેમના હસ્તે રાજસૂય જેવા મહાયજ્ઞને પ્રારંભ સુદ ૧૨ ગુરૂવાર પુષ્યનક્ષત્ર, કર્કના ચન્દ્રમાં કરાવ્યું,
આ યજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે તે યજ્ઞમાં હતા, ઉદ્દગાતા આદિ મહત્વપૂર્ણ સ્થાને બેસેલા ૧૬ ગોત્રના બ્રાહ્મણને આવું મહાન કાર્ય નિવિને કુશળતા પૂર્વક કરી આપી પોતાના ઉપર મહાન ઉપકાર કરનાર તરીકે સ્વીકારી તેઓને આજીવન કંઈ આજીવિકાની મુશ્કેલી ન પડે તે હેતુથી અધ્યાથી યજ્ઞની જરૂરી બધી સામગ્રી પુરી પાડવાની જવાબદારી અદા કરવા માટે લાવવામાં આવેલ વણિકોને કુલકમ-પરંપરાએ પેઢી દર પેઢી પાલન–પિષણ, સેવા કરવાની જવાબદારી સાથે દક્ષિણ તરીકે મહારાજા હરિશ્ચન્દ્ર આપ્યા,
મહારાજા હરિશ્ચન્દ્ર તે વણિકોના માથે આ ૧૬ શેત્રવાળા બ્રાહ્મણોને વંશ-પરંપરાગત રીતે સેવા કરવા રૂપ નિયમને ભાર મુકે, તે ઉપરથી તે વણિકનું જુથ નિયમાવૈશ્ય (નીમા વાણિયા) તરીકે ઓળખાવા લાગ્યું,
બિર ઋષિએ મહારાજા હરિશ્ચન્દ્રની ભાવનાનુસાર પિતાના શિષ્યરૂપ ૧૬ શેત્રના બ્રાહ્મણોની જવાબદારી ઉઠાવવા તત્પર થયેલ નિયમા વૈશ્ય વણિક જ્ઞાતિના વ્યાપાર-સમૃદ્ધિ, રહેણી-કરણ, પરિસ્થિતિ આદિને વિચાર કરી તેમના પિતા વિભાગ બત્રીશ નકકી કરી દીધા કે જે તેમનાં લગેત્ર કહેવાયાં.
આ ૩૨ ગોત્રમાં અગિયારમું–છાડ્યાનનમ્ કચ્છીયાણું નામનું સૌભાગ્યવંતુ શેત્ર છે. કે જે પૂ. ચરિત્રનાયકશ્રીના પિતૃપક્ષનું ગોત્ર છે. . આની નોંધ “વિશા નીમા વણિક જ્ઞાતિને ઇતિહાસ” (પ્રક. ૧૨ પા. ૧૧૩) માં મળે છે. નીમા જ્ઞાતિની મહત્તા 1 નીમા જ્ઞાતિ મૂળથી જ વિશિષ્ટ ગુણના પગથાર પર ઉભેલી હોઈ કાળને ઘસારે તેમનામાં રહેલ ગુણે પર ધાર્યા કરતાં ઓછો લાગે છે. * ૧ નીમા વાણિયાના ૩૨ ગાત્ર તથા તેના કુળદેવ-દેવી આદિના પરિચયને દર્શાવનાર કેક જીવનચરિત્રના પાછળના ભાગે પરિશિષ્ટમાં અક્ષરશઃ આપેલ છે, જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું.