________________
120 BUVUMA
lulil,
IIIIII
,.
iiiii
'Rail11
જો પ્રકરણ-૧૫ કિન્ન)) હું પૂ. આગમ દ્વારકશ્રીની જન્મજ્ઞાતિના કારણે જી.
ગૌરવવંતી બનેલ
નીમાજ્ઞાતિને પરિચય યુગલિક કાળના અવસર્ષણ પછી માનોમાં પરસ્પર મમત્વ, વૈમનસ્ય, દ્વેષભાવ, આદિની ઉત્પત્તિ કાળબળે થઈ એટલે આંતરિક સંસ્કાર-ધનની મૂડી વેરાવે ખેર ન થવા પામે તે હેતુથી, એક સરખા આચરણવાળાના આંતરિક સંસ્કાર–ધનની મૂળરાશિને સુવ્યવસ્થિત રાખવાના શુભ આશયથી, યુગાદિ તીર્થકર શ્રીષભદેવ પ્રભુએ પોતાના કલ્પ પ્રમાણે જ્ઞાતિઓની વ્યવસ્થા કરી-કે જે નિશ્ચયથી રાગ-દ્વેષની યચિત માત્રાના–પ્રમાણના આધારે અને વ્યવહારથી તે તે કાર્યોના આધારે કરવામાં આવેલ.
આ ઉપરથી જ્ઞાતિને વ્યુત્પત્યર્થ આ પ્રમાણે થઈ શકેज्ञायते अन्तरङ्गम् आत्मशुद्धयादिकमनया इति ज्ञातिः
એટલે માણસની પ્રવૃત્તિ માટે ભાગે સરકારને આધીન હોવાથી પ્રવૃત્તિના માપયંત્રથી સંસ્કારના ધોરણ મુજબ તે તે પ્રવૃત્તિવાળાઓના યુથને ઓળખવા રૂપે જ્ઞાતિની વ્યવસ્થા થઈ.
પછી તે જ્ઞાતિમાં ઉત્પન્ન થયા તેની જાતિ એટલે ગામ ફરિ બાત એ વ્યુત્પજ્યર્થના આધારે સરખા સંસ્કારવાળા છે જેમાં ઉત્પન્ન થાય તે જાતિ.
આ રીતે યુગલિક-કાળના અરત વખતે માનવેના સંસ્કાર-જન્ય પ્રવૃત્તિઓથી વિકાસઆત્મશુદ્ધિને માર્ગ અવરોધાઈ ન જાય, તેથી કલ્પપ્રમાણે યુગાદિ પ્રભુએ વ્યાવહારિક રીતે આચરણ પ્રમાણે અને નૈયિક રીતે તે તે સંસ્કારના ધોરણ પ્રમાણે વર્ગીકરણ કરવારૂપે જ્ઞાતિ-જાતિની સ્થાપના કરી.
કાળક્રમે દીર્ધદશી આગેવાનોએ તે તે પ્રસંગે તે તે જાતના સંસ્કારોના ધરણની વિષમતા અટકાવવા માટે સમાન સંસ્કારવાળાને જુદા તારવી વિષમ કે અવ્યવસ્થિત આચરણવાળા બીજા જૂથને સ્વતંત્ર નવી જ્ઞાતિ રૂપે સ્થાપન કરવા દ્વારા મૂળમાનવીની સાંસ્કારિક પરંપરા વધુને વધુ શુદ્ધ-મૌલિક રૂપે જાળવી રાખવા ભગીરથ પ્રયત્ન કર્યો.