________________
S
UURZEELCRE
ભારતવર્ષના જૈન શ્રી સંઘોના હૈયાના હાર સમાન તરણતારણહાર, સકલતીર્થ–શિરોમણિ, પરમપવિત્ર શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર શ્રી આદીશ્વરદાદાની સમક્ષ આ માંડે. કાયમી ગોઠવવાથી મળશે કે જેથી ભારતભરના સમસ્ત યાત્રાળુઓ ગિરિરાજ અને પ્રભુજીની યાત્રા દ્વારા જીવનની સફળતા મેળવવામાં ભાગ્યશાળી બની શકે.”
શ્રી અમૃત શેઠાણીને પણ આ વાત ગમી ગઈ અને તે પ્રમાણે શેઠ આ.કાની પેઢી-પાલીતાણું શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના મૂલનાયક દાદા શ્રી રાષભદેવ પ્રભુજી આગળ કાયમી ગઠવવા માટે ભેટ આપી દીધું.
જે માંડ પેઢીના કાર્યવાહકે એ શેઠાણીની ભાવનાને અનુરૂપ મૂળનાયક પ્રભુ આગળ કાયમી ગોઠવેલ છે, આજે પણ એ માંડ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા માટે આવતા અનેક ભવ્ય જીવોને પરમાત્માની ભકિતને અપૂર્વ ઉત્સાહ પણ પ્રગટાવે છે. આ સંબંધી નોંધ લઘુરાસમાં નીચે મુજબ છે.
છતરી વીસ હજારની, ચાંદીને ચળકાટ, પાલીતાણે મોકલાવી તે, જેહની શોભા અપરંપાર”
-લઘુરાસ હાલ ૧૩ પછી સાખી નં ૧૦ કપડવંજની ધાર્મિક રોનકમાં અનેક રીતે વધારો કરનાર શ્રી અમૃત શેઠાણીએ શ્રી અષ્ટાપદજી મહાતીર્થના સ્મારક તરીકે બંધાવેલ નૂતન-દહેરાસરની પ્રતિષ્ઠા એવા ભવ્ય મહોત્સવપૂર્વક અનેરા ભાવોલ્લાસથી કરાવી હોય, તેમ અત્યારે મળી આવતા કેટલાક ઉલ્લેખોથી જાણવા મળે છે.
તે બધામાં મહત્વપૂર્ણ ઉલ્લેખ એ છે કે-શ્રી અમૃત શેઠાણીએ ઉદારદિલથી વીતરાગ પ્રભુની ભક્તિ અને શાસન-શેભામાં કરેલ અપાર ધનરાશિના વ્યયથી થયેલ ધર્મના જયજયકારથી પ્રેરાઈને “જેથી ભૂરાભાઈ બેચરભાઈ દવે” જેવા જૈનેતર ભાઈને પણ એવી પ્રેરણા જાગી કે આ ભવ્ય મહોત્સવ ફરીથી કદાચ ન થાય અને ભવિષ્યની જનતાને પ્રેરણારૂપ બની રહે તે રૂપે આ મહોત્સવના કાયમી સંભારણું તરીકે તેમણે “શ્રી અષ્ટાપદજી બિમ્બ પ્રતિષ્ઠા જિન મહોત્સવ” નામથી લઘુરાસની ગૂંથણી અદ્ભુત રીતે કરી જે લઘુરાસમાં ૧૩ ઢાળો અને લગભગ ૫૦૦ ગાથાઓ છે.
આ રાસમાં શ્રી અષ્ટાપદજીનું દેવવિમાન જેવું ભવ્ય દહેરાસર અને તેને લગતી ખાતમુહૂર્તથી માંડી ગર્ભગૃહમાં પ્રભુ-પ્રતિમા–પ્રવેશ-વિધિ સુધીની નાની-મોટી હકીકતે ભવ્ય રીતે વર્ણવાઈ છે.
||ીમાં નાહીર ક]