SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ SENDVZEMRE ૧૮૫૦માં શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદે શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દહેરાસર લાકડાની કોતરણીવાળું સુંદર નવીન ભવ્ય દેવવિમાન જેવું બનાવી દીધું.' તદુપરાંત પ્રભુભક્તિથી પ્રેરાઈ અસાર લક્ષ્મીને લાભ લેવાની દષ્ટિએ તેમાં શ્રી મલિનાથજીને ગભારે અને ઉપર શ્રી શાન્તિનાથજીને, ગભારે નવે બંધાવ્યું. પણ કાળબળે તે લાકડાની નકશીવાળું દહેરાસર જીર્ણ થવાથી વિ. સં. ૨૦૦૮ માં ગણિવર્ય સ્વ.પૂ.શ્રી લબ્ધિસાગર મહારાજશ્રીની પ્રેરણા અને સ્વ. શેઠ શ્રી પુનમચંદ પાનાચંદ શાહના સપ્રયત્નથી કપડવંજના શ્રી સંઘે પાયાથી નવું દહેરાસર મૂલનાયકને કાયમ રાખી બનાવ્યું, અને પ્રદક્ષિણામાં વર્ણ પ્રમાણે વીશ તીર્થકરોની પ્રતિમાઓ અંજન-શલાકાની ભવ્ય વિધિ સાથે પધરાવી. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના મંદિરના આ છેલ્લા જીર્ણોદ્ધાર પછી અભૂતપૂર્વ રીતે ભવ્ય ચૈત્ય-પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અંજનશલાકા મહોત્સવ વિ. સં ૨૦૧૧ ના વૈ. વ. ૧૦ થી જેઠ સુધી ૬ સુધી આપણું ચરિત્રનાયકશ્રીના પટ્ટધરશ્રી ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમાણિજ્યસાગરસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે લાખ રૂપિયાના સદ્ધરાય પૂર્વક ઉજવાય હતે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હકીકતમાં કપડવંજ શહેરના મધ્ય વિસ્તારમાં જૈનોની પ્રચુર વસ્તી વચ્ચે છેલ્લા જીર્ણોદ્વાર પછી દેવવિમાન જેવું શેભી રહેલ છે. દહેરાસરની બાંધણી સુંદર ઉંચી બેઠક ઉપર સફેદ દૂધ જેવી વિશુદ્ધ આરસની શિલાઓથી ચિપાસ મઢેલ અને શિલ્પકલા–વિશારદની વ્યવસ્થિત એજનાના ભવ્ય આકાર રૂપે છે, જેથી ટુંકી જગ્યામાં પણ દહેરાસર અત્યંત વિશાલ અને ભવ્ય લાગે છે. દહેરાસરને રંગમંડપ અનેક ધાર્મિક જનોને સમાવેશ કરી શકે તે વિશાલ બને ૧. અત્યારે તો આખું દહેરાસર ભવ્ય સંગેમરમરની શ્વેત કલાત્મક શિલાઓથી દેવવિમાન જેવું થઈ ગયું છે, પણુ પં. મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રિય લિખિત “શ્રી વિશા નીમા વણિક જ્ઞાતિનો ઇતિહાસ (પાનું ૩૧૭)માં નીચે મુજબ નેધ છે. ' અપૂર્વ ધર્મશ્રદ્ધા અને અખૂટ પ્રભુ-ભકિતથી પ્રેરાઈને સ્વ. શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદ કુશલ કારીગરે પાસે તૈયાર કરાવેલ ભાત-ભાતની નકશી મેઘાડંબરી થાંભલા, કમાનો વગેરે કાષ્ઠ-શિપની ભવ્ય કતરણીવાળું કામ જોવા જેવું, ઘડીભર જેનારને થંભાવી દે તેવું હતું, કે જેને જીર્ણોદ્ધાર નિમિત્તે હાલ કાઢી નાખવામાં આવ્યું છે. આ અંજન શલાકા પ્રતિષ્ઠા અંગેની સઘળી માહિતિ “અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અહેવાલ સં. ૨૦૧૧ વૈશાખ વદિ ૧૦ થી જેઠ સુદી ૬' નામની સચિત્ર પુસ્તિકા (અંજન શલાકા પ્રતિષ્ઠા મહે ત્સવ પ્રસંગે શ્રી સંધ તરફથી પ્રકટ થયેલ)માં વિગતવાર છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy