________________
સાગર સમાલોચના સંગહ યાને આગમાધારકની શાસનસેવા
[૪] તેના કરનાર ઉપર અપ્રીતિ ધારણ કરી લડાઈઓ કરવી છે ! તેમના કહેવા પ્રમાણે જ માંસમદિરાના ભક્ષકોને પિષવા છે; તે પછી સ્પષ્ટ કહો કે દિગબર સહગ કરી શકે જ નહિ. (યાદ રાખવું કે કહેવાતા પણ એકકે દિગંબરના તીર્થમાં વેતાંબરોએ આક્રમણ કર્યું નથી પણ ઇતિહાસ, શાસ્ત્ર, માલિકી ને ભેગવટાથી સિદ્ધ એવા શ્રી અંતરિક્ષજી, કેશરીઆઇ, સમેતશિખરજી, તારંગાજી, મક્ષીજી, પાવાપુરીજી આદિ વેતાંબરતીર્થો ઉપર દિગંબરેએ જ અનીતિથી લુંટ કરવી શરૂ કરી છે.) ૨૮૯I
૮ શ્રી અજિતકુમારજી ભગવાન શ્રેષભદેવજીના કેશરી આજી તીર્થમાં નહિ ગયા હોય અને ગયા હશે તે ધ્યાન નહિ રાખ્યું હોય કે, ભગવાન શ્રી કેશરીઆનાથજીની મૂર્તિ કણ પાષાણની છે ને તેવા પાષાણના કાઉસ્સગીયા કે સ્વપ્નાં ત્યાં છે જ નહિ. વાચકોએ એવા ભ્રામક લેખેથી સાવચેત રહેવું ૨૯૦
૯ વેતાંબર શાસ્ત્રી શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, શ્રી સ્થાનાંગજી વિગેરેમાં મધ માંસનો પરિહાર ફરજીઆત જણાવવા સાથે માંસભક્ષણ કરનારને સ્પષ્ટપણે નરકગામી જણાવે છે માટે વનસ્પતિવાચક શબ્દોને પણ અભક્ષ્યમાં જોડવા ને ખોટી ટીકા કરવી તે સજજનનું કાર્ય નથી ર૯૧ાા
૧૦ બીજાની ધર્મપ્રાપ્તિનાં કારણેની ટીકા કરતા પહેલાં પિતાની ભકતામરની કપેલી કથાઓમાં આપેલાં કારણે જેવાં ર૯રા
- ૧૧ વાલી તવ યત્ર fiદ્ર ! ઘરઃ એ ભકતામરના વાકયને માનનારો શ્રી જિનેશ્વર ચાલતા નથી એમ કેમ માને ? તત્વાર્થની માફક ભકતામર પણ તાંબરનું હોવા છતાં ને માનતુ નામ સ્પષ્ટપણે છતાં દિગબરે તેમની સદાની ટેવ પ્રમાણે તેને પિતાનું માને છે (સમવસરણમાં જિનેશ્વરે ચઢશે કે હંમેશા જન જેટલે ઉંચે જ રહેશે એ વાત સ્વભાવથી જિનેવરોનું આકાશગમન માનનારે વિચારવી યોગ્ય છે.) ૨૯૩ા
૧૨ તત્ત્વાર્થકાર જયારે સ્પષ્ટપણે કેવલી અને જિનેશ્વરમાં અગીઆર પરીષહ સુધા, તૃષ્ણા, શીત આદિ માને છે અને કેવલી તીર્થકરને જ જ્યારે દિગંબરે ભજનના અભાવરૂપ અતિશય, ભાવપ્રાભૃત વિગેરેમાં માને છે તે પછી સર્વ કેવલીને કવલાહાર ન માનવાને આગ્રહ શા માટે રાખે છે ? ૨૯૪
૧૩ વર્તમાન કર્મને ઉદય ને પ્રતિબંધકનો અભાવ એકેન્દ્રિય વિગેરેમાં શું નથી? ને તેને દિગંબરે શું કર્મ આહાર માને છે ? ઇરલ્પા
૧૪ જે વિચારો આહાર માટે થાય છે, તે જ વિચારે શરીર, પુદ્દગલ, શ્વાસોશ્વાસ, ભાષા આદિ માટે કરવા જરૂરી કેમ નહિ ? ને તે શા માટે માનવાં ? રદ્દ