________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમાધારકની શાસનસેવા [૩૫] પુત્ર પિતાને અર્પણ કર્યો હતે તેઓની પાસેથી પુત્ર માતાને અપાવી દેવો. એવા વિચાર અને વર્તનવાળું આખું શહેર થાય છે. દીક્ષિતે તે ગામના વિરોધને પણ ગણતા નથી ને વાસ્વામીજીને તે માતાને સોંપાતા નથી.
( ૮ છેવટે સ્વયં કે શહેરની ઉશ્કેરણીથી માતા રાજા પાસે સાક્ષી પૂર્વક આપેલા પુત્રને” પાછા લેવા ફરીયાદ કરે છે ને રાજા તે બધી સાક્ષી કરીને માતાએજ પિતાને પુત્ર સેંગે છે આ વાત જાણે છે છતાં માતાના રૂદનાદિ બાહ્ય દયાથી કે નગરના લોકોની શરમથી તે ફરીયાદ કહાડી નાખ નથી.
૯ હિન્દુશાસ્ત્રદિ પ્રમાણે પુત્ર ઉપર પિતાને સ્વાભાવિક હક હેવાથી અને માતાએ પિતે સાક્ષી પૂર્વક સેપેલે છે એ બધી વાત રાજા વિચારતો નથી અને બન્નેના સરખા હક ગણવા જ તૈયાર થાય છે.
૧૦ વિહાર કરીને તત્કાળ બહારથી આવેલા સાધુઓને પરિચયવાળા છે એમ ગણાવી પુત્રને સોંપનારી માતા અનેહને અંગે સ્તનપાન કરાવતી હતી ને રમાડતી હતી છતાં પરિચય (વાળી) તરીકે ગણતી નથી
૧૧ પિતાને સ્વાભાવિક અને અર્પણથી પ્રાપ્ત થયેલ હક છતાં, ને પરિચયવાળી માતા છતાં જેની પાસે બોલાવવાથી આવે” તેને સાંપ એ ન્યાયને નિમ્ ળ નાશ કરનારે ચુકાદો રાજા આપે છે
૧૨ માતા પણ બાલકને રાજાએ કહેલ હક પ્રમાણે બોલાવતી નથી પરંતુ લેભવનારા રમકડાં વગેરે હાથમાં રાખી માતા પિતાની તરફ બોલાવી લેવા માગે છે તે પણ રાજા, રાજસભા અને નગરજને ચલાવી રહે છે.
- ૧૩ રમકડાં વિગેરેને નામે પણ માતા શ્રી વાસ્વામીજીને બોલાવે છે છતાં તેઓ માતાના સામું પણ જતા નથી ત્યારે માતાને બીજી વખત બેલાવવાને હક રાજા વિગેરે આપે છે બીજી વખત પણ તેવી રીતે રમકડાંના નામે બાળકને માતા બેલા છે છતાં નથી આવતા ત્યારે ત્રીજી વખત પણ બેલાવવાને હક આપે છે. (આ આખી હકીકત તપાસનારને સ્પષ્ટ માલમ પડશે કે મોહમાં માચેલા ને વિષયરસમાં રાચેલા લોકે અધિકારી હો કે ઈતર હો પણ કેવા તેઓ મહાધીન મનુષ્યને પક્ષ કરે છે !! વર્તમાનમાં પણ તે પ્રમાણે રાજા પ્રજા કે બીજા તેવા લેકે દીક્ષાના વિરોધી થાય તેમાં આશ્ચર્ય નથી; પણ માતપિતા સ્ત્રી પુત્ર વિગેરેના મેહને ભયંકર વિપાકવાળે સમજીને ત્યાગમાર્ગમાં મશગુલ બનેલ મહાત્માઓએ તે ત્યાગરૂપ અમૃતના પાનમાં મદદ જ કરવી જોઈએ અને તેના ત્યાગમાં મદદ થાય તે જ ત્યાગીઓના ત્યાગનું અખંડિતપણું રહે. ૨૧ના