________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ આચારાંગાદિસૂત્રે કે તેના અર્થને વાંચવા ભણવાને પણ જેએને અધિકાર નથી તેવાઓને અવાજ શ્રમણમણ સંઘમાં ન હોય તેટલું પણ જેઓ ન સમજે તેઓની સમજની બલિહારી ! ૧૪૧
૨ શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમ સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યો તેમાં કુંવરજીભાઈ શા આધારે કહે છે કે – શ્રાવકો તેમાં સામિલ હતા ? તેમાં શું શાસ્ત્રાધાર દેખાડવાની જરૂર નથી ? ૧૪૨
૩ ડાહ્યા... શ્રાવકે તે પિતાની ઉપાસક તરીકેની ફરજ સમજે છે તેઓના તે મનમાં પણ ન હોય કે હમારા વિના મુનિ સંમેલન નકામું; તેઓ તે મુનિ વિના હમે જ નિરર્થક છીયે એમ માનનારા હોય ૧૪૩
૪ મુનિ સંમેલનમાં શાસ્ત્રાનુસારી કાર્યોને સ્થાન જરૂર હોય, પણ સામાજિક કાર્યોને તેમાં ઘુસેડવા મથનારા ભીંત ભૂલે છે. ૧૪૪
૫ આરંભ પરિગ્રહમાં આસકતેની સત્તા ત્યાગમય પ્રવચનમાં ચાલી નથી, ચાલતી નથી અને ચાલશે પણ નહિં. શ્રમણગણરૂપી સંઘે તે શાસનને ચલાવ્યું છે, ચલાવે છે અને ચલાવશે, તેમાં શંકાને સ્થાન જ નથી. ૧૪પા
જૈન તા ૭ ૧-૩૪ [I D][ સિદ્ધચક વર્ષ ૨ અંક ૯ ૧૯૯૦ મહા શુ. ૧૫ પૃ. ૨૦૫ સમાચના
૧ એક વખત તારકદેવના કૃત્યની અનુકરણીયતા ન હોય એમ કહેવું, વળી અનુકરણ ન હોય એવું કથન કરવું, ફેર આનાને અનુસરતું અનુકરણ હોય એમ કહી છેવટ આજ્ઞાને બાધ આવે તેવું અનુકરણ ન હોય એમ કહી પ્રસંગે જુદું જુદું બેલવામાં અને લખવામાં શ્રોતા અને વાંચનારાને અન્યાય આપ્યું છે કે નહિ ? તે તેઓએ સ્વયં વિચારી લેવાની જરૂર છે. ૧૪૬
૨ શાસનપ્રભાવક આચાર્ય શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તથા શાસન ધુરંધર મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ શ્રી અર્થદીપિકા અને ધર્મસંગ્રહમાં સ્પષ્ટપણે જણાવે છે કે અદેવ, અગુરૂ અને અધર્મને દેવ, ગુરૂ, ધર્મપણાની બુદ્ધિથી આરાધન કરે તે જ પરમાર્થ દ્રષ્ટિએ મિથ્યાત્વ ગણાય ૧૪ળા
૩ “અપવાદ૫દે છે” એ વાક્ય મિથ્યાત્વના લક્ષણ માટે નથી, પણ મિથ્યાત્વ વર્તન માટે છે. કારણ કે - લક્ષણ અને વર્તનના પારમાર્થિક ભેદને સમજવાની જરૂર છે ૧૪૮