________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [૧૧] આગલ મૂકતા ત્યારે ડાહ્યો સમાજ, પક્ષને વલગવા ન જતાં સર્વજ્ઞસિદ્ધાંત અને તેને જ અનુસરતા યુકિતવાદ ઉપર ઢલી શાસ્ત્રવિરૂદ્ધ ભલભલા સમર્થ વિદ્વાનોને પણ શાસન બહાર ફેકી દેતે અને તેથી જ દરેક વખતે જૈનશાસનની અખંડ પ્રણાલિકા અત્યાર સુધી કાયમ રહી છે. અત્યારે એ સ્થિતિમાં પરિવર્તન છે છતાં પણ ચાલી રહેલા મતભેદનું નિરાકરણ કરવા શ્રીદશવિરતિસમાજ અને સોસાયટીએ અનેક વખત પ્રયત્ન કર્યા છેછેવટે શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ, સુધારક વિચારોવાળા આગેવાનોના હાથમાં હથીયાર બની ધમ વિરૂદ્ધ કાર્યમાં પ્રવતી, અને તેથી અનેક સ્થલના શ્રી સંઘેએ તેને સુરત અને અમદાવાદમાં બહિષ્કાર કર્યો ને યુવક સઘને તેના શાસ્ત્ર અને શાસનવિરૂદ્ધના લખાણ આદિથી અમાન્ય કરેલ છતાં તે બન્નેને પણ સીધે રસ્તે લાવવા પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે વઢવાણથી પ્રયત્ન કર્યો, પણ શાસનરસિક સિવાયને વગ શાસનિરપેક્ષપણે પિતાના વિચારો સમાજ ઉપર ઠોકી બેસાડવા માગે ત્યાં શું થાય ?
- જૈન સમાજમાં ચાલી રહેતા મતભેદો દુર થાય તેવી રીતની જરૂરીઆત કણ નહીં સ્વીકારે ? પણ જરૂરીઆતની સાથેજ પ્રભુ મહાવીરના અમેઘ સિદ્ધાંતને માન આપવાનું શ્રી સંઘની દરેક વ્યક્તિના હૃદયમાં હોવું જ જોઈ એ અમે એમ કહેવા જરૂર હિમ્મત કરીએ છીએ કે-બહિષ્કાર કરેલી અને અમાન્ય થએલી એવી ક.યુ.ની સંસ્થાએ દીક્ષા અને સત્તાના પ્રશ્નને આગમ કબુલ કરીને તેના આધારે જ તેને નીકાલ લાવ કબુલ કર્યો હોત તે વઢવાણથી પં.ને કરેલા પ્રયાસ સફળ થયે હોત અને મતભેદ અત્યાર સુધી રહ્યો પણ ન હેત. હજીપણ તે રસ્તે સમાધાન થવું અશક્ય નથી.
૨ મતભેદને નિવારવા વ્યાવહારિક ઉપાય ઉભય પક્ષે શાસ્ત્રાધારે નિર્ણય કરે અને તે નિર્ણય કરવા માટે પ્રયત્ન કરતા સુધીમાં બન્ને પક્ષોએ ચાલુ રીવાજ પ્રમાણે વર્તવું અને કેઈપણ પક્ષને કેઈએ પણ પિતાના મત પ્રમાણે વર્તાવા બલાત્કાર ન કરે એ છે.
૩ છાપાઓ વિગેરેના પ્રચારથી અસત્ય અને અસભ્ય આક્ષેપ કરવામાં આવે છે તે બંધ થાય એટલે બન્ને પક્ષેએ કોઈને માટે અસત્ય કે આક્ષેપ ભરેલાં લખાણો લખવાં નહિ ને સમાધાનીના જલદી પ્રયત્નો શરૂ કરવા, તે જૈનશાસનની હેલના દેખાય છે તે સહેજે બંધ થાય.
૪ સાધુસમેલન ભરવા માટે અત્યારસુધીમાં શાસનપ્રેમીઓ તફથી અનેક વખત પ્રયત્ન થવા છતાં વાતાવરણ કલુષિત હોવાથી તેની શકયતા જણાતી નથી. તે ઉપર મુજબનું વાતાવરણ થયે સાધુસંમેલન માટે મુશીબત નડશે નહિ.