________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૧૪] તમે જે ધારતા હો કે હમેએ વાણી સ્વાતંત્ર્ય મેળવ્યું છે તે ધ્યાન રાખવું કે વાણી એ વસ્તુ જ પરના ઉદયને માટે હોય, અન્યથા ઉલુક કાક આદિ ગગનગામી અને શિયાલ આદિ સ્થલગામી સ્વતંત્રપણે વાણીને વદે જ છે, એટલું જ નહિ, પણ તમારી વાણી ઉપર અન્ય તરફથી જયારે ટીકા આદિથી પ્રહારો થાય છે તે વાણી સ્વાતંત્ર્ય કહેવાય કે વાણવ્યામોહ કહેવાય ? વાણીવ્યાહથી તમારું અને તમારા શ્રેતાનું કયું શ્રેયઃ સાધ્યું કે કયું શ્રેયઃ સાધવા માગે છે તેનું મનન કરો. અનાચારમાંથી જ આશીર્વાદ મેળવવા હોય તે તમોને રૂચનાં કાર્યો ઉપાડી તેના વિધાનમાં કટીબદ્ધ થઈ જાઓ. આ આ કાયે તમારી રૂચિના છે કે નહિ ?
૧ દરેક ગ્રેજયુએટે પિતાની આવકને દશમે ભાગ તમારી ધારેલી વ્યવહારિક કેળવણી સાથે શુદ્ધ ધાર્મિંક કેલવણ પાછળ ખરચવે.
૨ તમારા વર્ગમાં જે કોઈ સ્થાવર મિલકત વસાવે ત્યારે તેને દશમો ભાગ પોતાની જાતના બેકારોની બેકારી ટાળવા માટે ખર્ચવે.
૩ બાલલગ્ન કે વૃદ્ધલગ્ન ન કરવાની પ્રતિજ્ઞાપત્રે કહાડી તે ઉપર સહી કરી જાહેર કરવું અને જેઓ બાલલગ્ન કે વૃદ્ધલગ્નમાં માનતા હોય કે કરતા હોય તેવાઓને તમારા સમુદાયથી દૂર કરવા.
* જયારે પણ મેટર જેવાં વાહનો કે આભૂષણો ખરીદે ત્યારે તેને દશમે ભાગ તમારી વિધવા બહેનોના નિર્વાહ માટે કહાડ.
૫ તમારા મંડલમાં એક વિચાર પ્રવાહ ઉમે કરી સધવા કે વિધવાબાઈઓની મૂડી સુરક્ષિત રહે અને પહેલે હક તેની વસુલાતને રહે એ કાયદો કરાવે.
- ૬ બેન્ક અને બજાર વગેરેમાં સધવા કે વિધવાના રકમના વ્યાજને દર એક આને વધારે રખ .
૭ હોટલ નાટક સીનેમા અને બીજા ફાલતુ ખર્ચનાં સ્થાને બંધ કરાવવાં.
આવા કાર્યોમાં જો તમારો પ્રયત્ન થશે તે અત્યાર સુધી તમારી ધર્મવિધિ પ્રવૃત્તિથી નિષ્કલતા ને નિન્જતા થઈ છે તે નહિં થાય અને તમે જગતમાં હીરા માફક ચમકતા થશે. અને જેને તમે રૂઢિચૂસ્ત કહીને નિન્દો છે તેઓને પણ ખરેખરો સહકાર મેળવી શકશો. ૮૮૧