________________
પરિચ્છેદ,
સ્ત્રીકેળવણી અધિકાર. રાજક ========= %==== ડાવી શક્તા નથી એટલું જ નહિ પણ અગ્ય માર્ગે ચડાવનારા પણ બને છે. ખરે
ગ્ય ગુરૂ શિષ્યના અંત:કરણની જડતાને મટાડે છે, તેની બુદ્ધિરૂપ પુષ્પકળીને ખીલવે છે, તેના મગજના અંધકારને દૂર કરી તેને સુપ્રકાશિત બનાવે છે. આવા દેવી સંપત્તિવાળા ગુરૂઓ આપણા દેશની સ્ત્રીઓને માટે આ વખતે વધારે જરૂરના છે. કારણ કે સ્ત્રીઓ ઉચ્ચ પ્રકારે કેળવાયેલી હોય તો પુરૂની જીંદગી અને તે દ્વારા સમગ્ર સંઘ અને દેશની સ્થિતિ બહુ શ્રેષ્ઠ પ્રકારની થાય છે અને તેથી હવે પછી સ્ત્રીકેળવણી અધિકારને સ્થાન આપવા આ અધિકારની વિરતિ કરી છે.
स्त्री केलवणी अधिकार.
હા આર્કા નક્ષત્રનો વરસાદ હોય, ઉંચા પ્રકારનું બીજ હય, વાવેતર
જી તર કરનાર કેળવાયેલે ખેડૂત હોય, પરંતુ જે બીજ ખારી જમીનમાં વાવે તો સઘળી મહેનત વ્યર્થ જાય છે એટલે કિંમતી બીજ તેવી અયોગ્ય જમીનમાં ઉગતું નથી. તે જ પ્રમાણે સર્વ સામગ્રી ઉંચા પ્રકારની હાય પણ જેમાં નવ માસ સુધી બાળક પાકે છે. એવી સ્ત્રીરૂપી ક્ષેત્ર જે હલકું હોય તે તેમાં સંતતિ સારી પાક્તી નથી અને કદાચ પાકે છે તે થોડા દિવસમાં તે છિન્ન ભિન્ન થઈ જશે. એટલે શ્રમ નિષ્ફળ થવાને.
ચાલતા વ્યવહારમાં શાંતિ મેળવવી હોય, કુળને ઉંચી ગણનામાં મેલવું હાય, દેશની પડતી દૂર કરવી હોય તે સ્ત્રીઓને કેળવે એટલે તેમાંથી અનેક રત્નો ને પોલ્યન બેનાપાર્ટ જેવાં કે ભેજરાજા અથવા પરદુઃખભંજન વિકમ રાજા જેવાં નીપજશે.
ઘરગતુ જરૂરી કામ છેડીને દેશની શિઆરીમાં પડી કષ્ટ થઈ વર્ણ સંકર સંતતિ પેદા કરવાથી દેશની અધોગતિમાં વધારો થશે. એ આળમાંથી બચવા માટે સ્ત્રીઓને નીતિમય શિક્ષણ આપવાની જરૂર છે. કેવળ વાત કરવાથી કે પેપરમાં લખાણ કરવાથી આ કાય બની શકશે નહિ, પણ ધના
તથા ઉત્સાહી પુરૂએ કમર કસીને આ બાબત ઉપર અવશ્ય ધ્યાન આપવાથી કાર્યસિદ્ધિ થવા સંભવ છે. અને સ્ત્રીઓએ કેમ સુધરવું તે વિષય ઉપર થેડીક નીચેની ગુર્જર કવિતાઓમાં વિવેચન કર્યું છે તે ઉપર આપ મહાશયે ધ્યાન આપશે.