________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દામ
વિદ્યાર્થીએ પાંચ લક્ષણ ધારણ કરવાં.
काकचेया बकध्यानं, श्वान निद्रा तथैव च ।
यान) स्वल्पाहारः स्त्रियास्त्यागो, विद्यार्थी पञ्चलक्षणः ॥ १॥
કાગડાની તુલ્ય ચેષ્ટા, બગલાતુલ્ય ધ્યાન, ધાનતુલ્ય નિદ્રા, તેમ સ્વલ્પ આહાર અને સ્ત્રીને ત્યાગ આમ પાંચ લક્ષણવાળો વિઘાથી વિદ્યાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિદ્યાની પૂર્ણ પ્રાપ્તિને માટે સાવધાની રાખવી જોઈએ. એકાગ્ર વૃત્તિવાળા રહેવું જોઈએ, બહુ નિદ્રાધીન ન રહેવું જોઈએ, જેથી શરીર ભારે પડી જાય એવા આહારેલોલુપ થવું ન જોઈએ તથા કામાસક્તિ રાખવી નહિ. કારણ કે બ્રહ્મચર્ય પાળવાથીજ વિદ્યાને લાભ મેળવી શકાય છે. ૧
. દરેકને ચાર સાધનની જરૂર, पठतो नास्ति मूर्खत्वं, जपतो नास्ति पातकम् ।
માં) પૌનિના હો નાસ્તિ, ન માં વાતિ નાગ્રતઃ મારા
વિદ્યાભ્યાસ કરનારને મૂર્ણપણું નથી. એટલે ઉદ્યમ લઈ ગેખવું તે પઠનસિદ્ધિનું મુખ્ય કારણ છે. ત્યાં બીજાં પણ ત્રણ તેવા પ્રકારોને પ્રસંગવશાત્ પ્રાપ્ત થતાં કહે છે કે દેવાધિદેવના નામનો જપ કરનારને પાપ સ્પર્શ કરતું નથી. મિન ધારણ કરનાર (એટલે કાર્ય પૂરતું બેલનાર) મનુષ્યને કલહ કયાંય થત નથી અને જાગતા મનુષ્યને બીક હોતી નથી. ૨.
વિદ્યાર્થીએ ચાર અપલક્ષણને ત્યાગ કરવો. नोर्ध्वजानुश्चिरं तिष्ठेन्न स्यादुत्कटकासनः । न नासिकां विकुष्णीयात्, न स्वयं कर्तयेन्नखान् ॥ ३ ॥
વિદ્યાથીએ ઉંચા ગઠણ રાખી લાંબો વખત ન બેસવું, આડા અવળા આસનમાં બેસી અભ્યાસ ન કરે, એટલે સુખેથો બેસી શકાય તેવા આસનઉપર બેસવું, તેમ નાકને ખતર્યા કરવું નહિ અને નખ કાપ્યા કરવા નહિ. ૩
વિદ્યામાં વિશ્વરૂપ સાધનોના ત્યાગની ભલામણ सर्वथा सन्त्यजेद्वादं, न कश्चिन्मर्मणि स्पृशेत् । सर्वान्परित्यजेदर्थान् , स्वाध्यायस्य विरोधिनः ॥ ४ ॥ વિદ્યાર્થીએ એકબીજા સાથે વાદ ન કર, કોઈને મર્મસ્થાનમાં સ્પર્શ