________________
વ્યાખ્યાન સાહિશહ-ભાગ ૩ જો.
જામનગર સાહિત્યપ્રકાશક મંડળના સટેરી તરફ
વિ. તમારા તરફથી મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજે બનાવેલ વ્યાખ્યાતસાહિત્યસંગ્રહ ભાગ ૨ જે મને ભેટ મળેલ છે. તે માટે તમારો ઉપકાર માનવામાં આવે છે. ઘણે અવકાશ નહિ મળવાથી પુસ્તક ઉપર ઉપરથી મેં વાંચી જોયું છે. પુસ્તક ઘણું ઉપયોગી માલૂમ પડે છે. ખાસ કરીને સાહિત્યપ્રેમીજનને તથા ભાષણ કરનારને ઘણું ઉપયોગી લેકેને તેમાં સમાવેશ થયો છે. પુસ્તકની ભાષા સરલ અને સંસ્કારી છે. મહારાજશ્રી વિનય વિજયજીએ લોકેના ઉપકાર અર્થે મહાન પરિશ્રમ લઈ આ પુસ્તક તૈયાર કરેલું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
સાંકળચંદ નારણજી શાહ ઓનરરી ફ૦ ક. મેજીસ્ટ્રેટ
જામનગર.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ –સંશોધક મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી, પ્રકાશક સાહિત્યપ્રકાશક મંડળ જામનગર. કિંમત રૂા, ૨-૮-૦ ધર્મના સ્વરૂપ તેમજ વ્યવહારના સ્વરૂપને દર્શાવતા માર્ગો અને વિચારો પર અનેક મહર્ષિએ જે આજ્ઞામંત્ર કારૂઢ કહી ગયા છે, તેવા લેકે સંહ જુદા જુદા વિષય અને રહસ્યના હેતુની પુષ્ટિમાં જે ભિન્ન ભિન્ન ગ્રંથમાં જવાય છે, તેને સંગ્રહ કરવાને મુનિરાજશ્રી વિનય વિજયજી મહારા
જને ચાલુ શ્રમ આ બીજા ભાગ રૂપે વિશેષ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સમ્યકચાસ્ત્રિના રક્ષણાર્થે પ્રથમ ભાગ ઉપરાંત ત્રણ પરિચ્છેદે આપવામાં આવેલ છે અને તે રીતે પ્રથમ ભાગથી નવાજ બે હજાર જેટલા લેકે ભાવાર્થ તેમજ વિવેચન સાથે વિષય સંકલનાથી ગોઠવ્યા છે. જેથી તે અનેક મહાપુરૂષોની પ્રસાદી તેમજ વિવિધ મહાન ગ્રંથનું તત્ત્વ બતાવવાને બહુ કિંમતી સાધન છે. આ ગ્રંથની યોજના માટે અનેક વિદ્વાન મુનિરાજે, ધર્મા ચાર્યો, વર્તમાનપત્રો તેમજ સાક્ષાના અભિપ્રાયે જે મોટા પ્રમાણમાં પ્રગટ કરેલા છે, તેજ તેની ઉપયોગિતાનો પુરાવો છે. મહારાજશ્રીને આ શ્રમ ઉપકારક છે. અને તેવા સંગ્રહને વિષય સંબંધની સંક્લનામાં વધારે કમિત કરવામાં તે એક સાહિત્યના ખજાનારૂપ થઇ પડશે.
દેવયદ દામજી જૈન પત્રના અધિપતિ.
ભાવનગર,
.