________________
પરિચ્છેદ. રાગદ્વેષદેષાધિકાર.
૪૫ ******* ** ** = == દેહમમતાં રાખવાથી આ જીવને પશ્વાદિ અનેક નિમાં ભ્રમણ કરવું પડે છે તે તે ઉપરના રાગનો ત્યાગ કરવા આ પ્રકરણમાં સારી રીતે ભલામણ કરી. હવે રાગનો ભાઈ દ્વેષ નામને છે અને તે બને ભાઈ ભેળા મળીને જગતને કે ભ્રમણા કરાવી રહ્યા છે તે બતાવવા માટે આ દેહમમત્વમોચન અધિકારની સમાપ્તિ કરી છે. અહીં સુધીના બધા અધિકારે ફક્ત એકલા રાગનાજ આભારી છે.
रागद्वेषदोषाधिकार.
–--- - િજ ગમાં એક વસ્તુ ઉત્તમ હોય કે અધમ હોય પણ તેમાં ભિન્ન
| ભિન્ન વ્યક્તિને રાગદ્વેષની પ્રાપ્તિ થાય છે એટલે એક વસ્તુ કોઈ એક મનુષ્યને પ્રિય હોય છે તે તેજ વસ્તુ બીજા મનુષ્યને [ આ અપ્રિય હોય છે. આમ રાગદ્વેષથી થાય છે. અંતઃકરણનો સ્વભાવ છે કે રાગદ્વેષને વશ્ય બનીને રહેવું. અને જ્યાં સુધી અંતઃકરણ રાગદ્વેષને વશ્ય હોય છે ત્યાં સુધી જીવનું કલ્યાણ નથી. માટે રાગદ્વેષના પાશથી છુટવા માટે દઢ પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય ઈચ્છાથી કે સામાન્ય પ્રયત્નથી રાગદ્વેષના પંજામાંથી નિકળી શકાતું નથી અને તેથીજ રાગદ્વેષથી મુક્ત થવા માટે મહાત્માઓ યત્નથી તપ કરી રહ્યા છે. તે રાગદ્વેષની બાબતમાં વાંચક મહાશયનું ચિત્ત આકર્ષવા આ અધિકારને યો છે. રાગદ્વેષને ભાવાભાવથી તપનું નિરર્થકપણું.
अनुष्टुप रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । । तावेव यदि न स्यातां, तपसा कि प्रयोजनम ॥२॥ ..
(મનુષ્યમાં ) રાગ અને હેવ જે હોય તે તપથી શું પ્રજન છે? એટલે જે રાગદ્વેષ હોય તે તે મહાન તપને નાશ કરી નાખે છે માટે રાગદ્વેષવાળા પુરુષનું તપ નિરર્થક છે અને જે કદી તે ( રાગદ્વેષ) ન હોય તો તપથી શું પ્રજન છે? એટલે તપ કરી પરિણામે જીવે રાગદ્વેષરહિત થવાનું છે તે ફળ તો પ્રાપ્ત થઈ ગયું છે તે તપશ્ચર્યાનું કાંઈ કામ નથી. માટે રાગદ્વેષને ત્યાગ કર એ ભાવાર્થ છે. ૧