________________
४८४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ
અને ભલામણ કરી કે ઇદ્રિરૂપ વાસણમાં આ આસવ લઈ આ જીવને પાયા કર.
શરીરે આવી રીતે પિતાના રાજાનો હુકમ થતાં તરતજ અમલમાં આયે. દારૂના ઘેનમાં મગ્ન થઈ ગયેલા જીવને કૃત્યાકૃત્યને પણ વિવેક રહ્યો નહિ, અને જ્યારે શરીરને ચેસ થયું કે આ જીવ હવે મોક્ષે જશે નહિ પણ નારકીમાંજ જશે, ત્યારે પિતાનું કાર્ય સિદ્ધ થયું છે એમ માની આ જીવને છોડીને ચાલ્યો જવાનો વિચાર કરવા લાગ્યું. હવે એવા વખતમાં અકસ્માત ગુરુમહારાજ (મુનિસુંદરસૂરિ) આ જીવને મળી ગયા. બંદીખાનામાં પીધેલ અવસ્થામાં પડેલા આ જીવને જોઇને તેઓને બહુ દયા આવી એટલે તેમણે તે જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું અને પછી કહ્યું કે “હે ભાઈ! આ બંદીખાનામાંથી અત્યારે પણ નીકળી જા. આ શરીર જરા લોભી છે, માટે તારે એવી યુક્તિ કરવી છે, તેને થોડું થોડું ખવરાવવું અને મોક્ષનું સાધન તેનાવડેજ તૈયાર કરવું અને તારે પાંચ ઇંદ્રિય પર સંયમ રાખે ને પાંચ પ્રમાદરૂપ દારૂ તે કદી પીવાજ નહિ.”
મુનિસુંદરસૂરિ મહારાજના આ ઉપદેશ ઉપર હાલમાં જીવ વિચાર ચલાવે છે. ઉપદેશ પ્રમાણે અમલ થવાની બહુ જરૂર છે, પણ વાત એમ છે કે આ જીવ પારકી પંચાત કરવી હોય ત્યારે બહુ લાંબે પહોળો થઈને વાત કરવા મંડી જાય છે, પણ તેને પોતાના શરીરનું ભાન નથી. તે માંદા પડે તે કરી કરવાનું વૈદ્ય કહે ત્યારે ગેટા વાળશે અને સાજે હશે ત્યારે આખો દિવસ બંદૂકમાં દારૂ ભયજ કરશે. અપણ જીવને વસ્તુસ્વરૂપનું જરા પણ ભાન નથી, તેથી મદિરામાં મસ્ત પડી રહી અકાર્ય કરે છે, અનાચરણ સેવે છે અને દુઃખી થાય છે. કોઈ વખત એક નાની ફેડકી થઈ હશે તે હાય ય કરી મૂકશે અને કોઈ વખત તાવ આવ્યો હશે તેપણુ કામ છોડશે નહિ. વાસ્તવિક રીતે તેનાં સર્વ આચરણે જોવામાં આવે તે દારૂ પીધેલાના જેવાંજ લાગશે, પણ દારૂ કે છે અને પાનાર કોણ છે તે આ જીવ સમજતું નથી અને તેથી જ તેને સીધી રીતે જ્ઞાન થતું નથી. આ કલેકમાં તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સમજીને શરીર પાસેથી તે કામ કાઢી લેવાનું છે. રીતસર તેને પોષીને તેની પાસેથી સંયમપાલનરૂપ કામ કરાવી લેવું. પુષ્ટિકારક ખોરાકપર તેટલો શક્તિવ્યય ન હોય તે અપચો–અજીર્ણ થાય છે અને થોડી વસ્તુ આપી વધારે કામ લેવું એ વ્યવહારદક્ષતા ગણાય છે, એ નિયમ શરીરના સં. બંધમાં પણ લાગુ પાડ યુક્ત છે.