________________
૪૯૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
બાદશ
તેથી મમત્વ છોડવું હોય તે જરાપણ મુશ્કેલી નથી. માટે વિચાર કરે, નહિ તે
જ્યારે કાળરૂપ મદારી આવી સપાટો લગાવશે ત્યારે તે પોતાની મેળેજ શરીરને એકદમ ત્યાગ કરવો પડશે.
શરીરસાધનથી કરવાગ્ય કર્તવ્યતરફ પ્રેરણ. चेद्वाज्छसीदमवितुं परलोकदुःख__ भीत्या ततो न कुरुषे किमु पुण्यमेव ।
8 (ઋ. 3). शक्यं न रक्षितुमिदं हि 'च दुःखभीतिः,
पुण्यं विना क्षयमुपैति, न वज्रिणोऽपि ॥११॥
જે તું તારા શરીરને પરલોકમાં થનારાં દુઃખના ભયથી બચાવવા ઈચ્છતા હોય તે પુણ્યજ શામાટે કરતો નથી! આ શરીર (કોઈવડે પણ) પિષી શકાય તેવું નથી, ઇંદ્ર જેવાને પણ પુણ્યવગર દુઃખની બીક નાશ પામતી નથી. ૧૧
ભાવાર્થ હે ભાઈતને કદાચ એમ ભય લાગતું હોય કે, આ શરીરને અહીં મૂકીને પરલોકમાં જશું ત્યારે બહુ દુ:ખ ભેગવવા પડશે અને તેથી અહીં જ વધારે જીવી લેવું સારું છે, આવા વિચારથી તું રાત્રિભેજન, કંદમૂળ, અભક્ષ્ય, અનંતકાય વિગેરેનું ભક્ષણ કરતા હો અને શરીરને પોષતા છે તે તેમાં તારી ભૂલ થાય છે. વધારે ઉત્તમ રસ્તો એ છે કે તારે ખૂબ પુણ્ય કરવું. આથી તારું શરીર આ ભવમાં સારું રહેશે અને તને પરભવસં. બધી ભય નહિ રહે. હાલ તને જે સ્થિતિહીનતા લાગે છે તે પુણ્ય ઓછું હોવાને લીધેજ છે, અને તેજ કારણથી ઇંદ્ર અને ચક્રવતીઓ પણ બીકમાં રહ્યા કરે છે. શરીરપ્રાપ્તિનો હેતુ છે અને તે હેતુ થી સારી રીતે કેવી રીતે પાર પડે તે વિચારવાની બહુ જરૂર છે.
અથવા આ લેકને ભાવ બીજી રીતે પણ સમજવાયોગ્ય છે. જે તું શરીરનું રક્ષણ કરવા ઈચ્છતા હો તે પુણ્ય કર, કારણ કે પરભવમાં જે શરીર પ્રાપ્ત થશે તે તેથી સારું પ્રાપ્ત થશે. આનું કારણ એ છે કે આ શરીરને બચાવવા કેઈપણ શક્તિવાન નથી, ઇંદ્ર સરખા પણ અશક્ત છે; માટે પુણ્યધન પ્રાપ્ત કરવું, પુણ્યવગર પરલકનાં દુઃખનો ભય નાશ પામવાને નથી. ઘડાને
૧ કેઈક પ્રતમાં અત્ર જ છે અને ચતુર્થ પંક્તિમાં જ છે, તેને ભાવ પણ તેજ