________________
પરિચ્છેદ.
www
દેહમમત્વમાચનાધિકાર.
www
અમેધ્ય ( અસ્થિ, મજ્જા, માંસ, મેદ, રુધિર, ત્વચા અને રામાવિજ્ઞ એમ સાત અપવિત્ર ) પદાર્થોથી પૂર્ણ, કૃમિ ( કરમીયાં ) આના સમૂહથી ભરપૂર, સ્વભાવથી દુર્ગંધિવાળા, અપવિત્ર તથા નાશાત્મક ધર્માવાળા અને મૂત્ર તથા વિષ્ઠાના પાત્રરૂપ આ દેહમાં મૂઢ લેાકેા રમણ કરે છે અને પ ંડિત લેાકેા આ દેહથી વિરામ ( વૈરાગ્ય ) ને પામે છે. ૯ શરીરકારાગૃહમાંથી છૂટવાના ઉપદેશ.
वसंततिलका १० थी १३
~~~~~~
कारागृहाद्बहुविधाशुचितादिदुःखानिर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म
व्रातेन तद्रयितुं यतसे किमात्मन् ॥ १० ॥
૪૨૯
(ય. .)
મૂર્ખ પ્રાણી હાય છે તે પણ અનેક પ્રકારના અશુચિત્વ વિગેરે દુ:ખેાથી ભરેલાં મઢીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઈચ્છા રાખે છે. તારાં પેાતાનાં કર્મવડેજ તેથી પણ વધારે આકરા શરીરખીખાનામાં તું નંખાયેા છે, છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શાસારૂ યત્ન કરે છે? ૧૦
ભાવા—કેદખાનામાં ક્ષુધા, તૃષા, ગંદકી, સખ્ત કામ વિગેરે અનેક દુ:ખેા સહન કરવાં પડે છે, તેથી તેમાં રહેલા માણસની વૃત્તિ એવીજ હાય છે કે જ્યારે આમાંથી છૂટું ? કયારે લાગ મળે ને આ સળીઆ ભાંગી નાસી જઉં ? શરીરરૂપ કેદખાનામાં તે મહા અશુચિ ભરેલી છે, તેમાંથી નાસી જવાના યત્ન કરવાને બદલે આ જીવ તેને સુંદર આહાર, આઇસક્રીમ, કાલ્ડડ્રીંક, કનિષ્ઠ ઔષધાથી ઉલટા પાળે છે, પાષે છે, ચાળે છે, પ પાળે છે અને તેને જરા પીડા થતાં ગાંડાધેલા ખની જઈ હાયવાય કરી મૂકે છે.
વિચારવાન્ પ્રાણીએ શરીરકારાગૃહના સદુપયોગ કરવા જોઇએ. તેનાપર એવા અમલ ચલાવવા જોઇએ કે ફરીવાર તે કેદખાનામાં આવવુંજ પડે નહિ. શરીરપરનું મમત્વ છેાડવું એ જરાપણ મુશ્કેલ નથી. એક ગાગરમાં માર ભર્યા છે. ગાગરનું મ્હાં સાંકડું છે. વાંદરા ગાગર નજીક આવી એર લેવાની ઈચ્છાથી હાથ નાંખી માટી મુઠ્ઠી ભરે છે. પછી હાથ નીકળતા નથી ત્યારે સમજે છે કે ગાગરે મને પકડી રાખ્યા છે. વાસ્તવિક શું છે ? ગાગરને પાતે પકડી રાખી છે, અને જેવા મદારી એક ચાખખા મારે છે કે હાથ છૂટી જાય છે. તેવીજ રીતે આ જીવ માને છે કે મને શરીરે પકડી રાખ્યા છે, સ્ત્રીપુત્રે પકડી રાખ્યા છે. વસ્તુતઃ તા વાંદરાની પેઠે પોતેજ તેને મૂકતા નથી.
ર