________________
૪૮૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ છે.
દ્વાદશ.
ત્રીથી પણ શાંતિ રહેતી નથી. આવી રીતે પુત્રપુત્રીથી સર્વદા સમાધિનો નાશ તે થાય છેજ.
પુત્રકરતાં પણ પુત્રીની બાબતમાં વધારે ચિંતા રહે છે તેને ભણાવવી, સારે વર શોધ અને તેના પુત્રપુત્રી સુધી દરેક પ્રસંગે પિતે હાથ લંબાવ અને કમનશીબ હોય તે તેનાં વૈધવ્યનાં દુઃખ જેવાં-આ સર્વ અંત:કરણમાં શલ્યરૂપજ છે.
આવી રીતે આ ભવમાં અપત્યથી સમાધિનો નાશ થાય છે અને તે દુધ્ધનના પરિણામે આવતા ભવમાં પણ ઠરીને બેસવાનો વારો આવતે નથી. આ લેક જેને પુત્ર ન હોય તેણે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. આ સંબંધમાં આ અધિકારની છેવટના ઉદ્દગારમાં વિશેષ સ્વરૂપ છે. આક્ષેપદ્વારા પુત્રમમત્વ ત્યાગનો ઉપદેશ.
૩પતિ . कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति । । न तेषु तस्या न हि तत्पतेश्व, रागस्ततोऽयं किमपत्यकेषु ॥३॥ ।
પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રક્ત-તે બન્નેના સંગથી. સ્ત્રીની કુક્ષિમાં “વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે, તેના ઉપર સ્ત્રીને કે તેના પતિને રાગ થતું નથી, ત્યારે પુત્રો ઉપર શાસારૂ રાગ થાય છે.?” ૩
વિવેચન–એકજ સ્થાનમાં સંગને પરિણામે પુત્રપુત્રી અને બેઈદ્રિય જીવો (સમુછિમ મનુષ્ય પણ) ઉત્પન્ન થાય છે. એક ઉપર પ્રીતિ થાય છે અને બીજા ઉપર દુગચ્છા થાય છે–આ પ્રેમની વિચિત્રતા છે. સૂક્ષમ ની ઉત્પત્તિ ધર્મશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્થાન, સમય અને સંજોગમાં એકાકાર વૃત્તિ છે, છતાં પણ મનના દ્વિધાભાવથી પ્રેમમાં આવી વિચિત્રતા છે, એ જોવા જેવું છે. આ ઉપદેશ આક્ષેપથી કરેલ છે અને જેકે શબ્દો કર્કશ છે છતાં પણ ઉપદેશના ગર્ભમાં જે ઉચ્ચ ભાવ છે તે ધ્યાન આપવા યોગ્ય છે.
અપત્યપર સ્નેહબદ્ધ ન થવાનાં ત્રણ કારણે.
त्राणाशक्तेरापदि संबन्धानन्त्यतो मिथोंऽगवताम् ।। संदेहाच्चोपकृतेर्मापत्येषु स्निहो जीव ॥ ४ ॥ “ આપત્તિમાં પાલન કરવાની આશક્તિ હોવાથી, પ્રાણીઓને દરેક પ્રકા