________________
૫૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ ======ાન====ાજન======
મેહ ઉપર કામલક્ષ્મીની કથા. ભરતક્ષેત્રના વિશાલપુર નામના નગરમાં, જેણે શત્રુઓને પિતાના દાસ બનાવ્યા છે એ અને સૂર્ય સમાન તેજસ્વી સૂરતેજા નામને રાજા હતા. સરલ સ્વભાવી, સમ્ય, કૃતજ્ઞ, પરદુ:ખને જાણનાર, દાક્ષિણ્યયુક્ત, ક્ષમાશીલ, ગંભીર, રૂપમાં કામદેવ જે અને સર્વ વિદ્યામાં પારંગત એ વેદવિચક્ષણ નામને કઈ પરદેશી બ્રાહ્મણ તે રાજાનો પુરોહિત હતો. એક વખતે રાજસભામાંથી બહાર નીકળતાં ચટામાં, ઉપરનું અને નીચેનું કાબરચિવું તથા જાડું કંબળરૂપ વસ્ત્ર જેણે પહેરેલું છે અને માથા ઉપર જેણે બે ત્રણ છાશ વિગેરેનાં પાત્રો ધારણ કરેલાં છે, એવી રૂપવતી કઈ ભરવાડની સ્ત્રી જોઈને તે ખેદ પૂર્વક વિચાર કરવા લાગ્યા:–“અહા ! કર્મ અને વસ્ત્રો બંને જેનાં અગ્ય છે, એવા આ સ્ત્રીરત્નને વિધાતાએ કેમ વિડંબના પમાડી હશે? ખરેખર ! વિધિ રત્નદેષી છે !” આ પ્રમાણે તે વિચાર કરે છે એટલામાં આલાનતંભને ઉખેડીને સ્વેચ્છાએ આમતેમ ભ્રમણ કરતે રાજાનો મદોન્મત્ત હાથી ત્યાં આવી ચડે, યમ જે ભયંકર તે હાથી ત્યાં આવ્યું છતે ભયથી વ્યાકુળ થઈ બધાં માણસે ચારે બાજુ ભાગી ગયાં. તે વખતે ભરવાડણ પણે નાસવા લાગી, એટલામાં કઈ પનીહારીની સાથે અથડાવાથી તે બંને પડી ગઈ. પડી જતાં બંનેનાં પાત્ર ભાંગી ગયાં. પણ ભરવાડણના મુખઉપર શોકની છાયા માત્ર જોવામાં ન આવી અને પનીહારી અતિય રડવા લાગી. તેને રૂદન કરતી જોઈને તેના દુઃખથી દુઃખિત થઈ પુરોહિત તેને પૂછવા લાગ્યા:–“ભદ્રે ! તું આમ કેમ રડે છે?” તે પણ બહુ દુઃખે કરીને કહેવા લાગી:–“હે બંધ! સાંભળો, મારા રૂદનનું કારણ એટલુંજ છે કે, મારી સાસુને સ્વભાવ બહુજ ખરાબ છે, તેથી તે મારી ઉપર ગુસ્સે થશે અને બંને ઘડા ફૂટી જવાથી તે વિશેષ ગુસ્સે થઈને મને ઘરમાં પગ મૂકવા નહિ દે અને ખાવાનું પણ આપશે નહિ. તે રેષ લાવીને એમજ કહેશે કે, આજે તારા ભજનના મૂલ્યથીજ બે ઘડા વેચાતા લઈશ. તેથી મને બહુ દુઃખ થાય છે અને રડવું આવે છે.” પહિતને દયા આવી તેથી તેણે બે ઘડાની કિંમત જેટલા પૈસા તે પનીહારીને આપીને વિદાય કરી.
પછી પુહિત વિસ્મય પામીને શેકવિનાની પેલી ભરવાડણને પૂછવા લાગે –“હે બહેન! દહિં છાશ વિગેરેનાં બે ત્રણ વાસણ તારાં ભાંગી ગયાં તેથી તને આજે મોટી નુકશાની થઈ છે, છતાં તું રડતી કેમ નથી?” જરીક
* યુગાદિદશના.