________________
૪૩૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે.
એકાદશ
ત મેળવીને જે ખેલ કુદરતે કર્યો છે, તેને આપણે આ જગતને નામે ઓળખીએ છીએ. જે વસ્તુનું જગત બન્યું છે, તેજ વસ્તુનું આ માટીનું પુતળું, જેને આપણે આપણું શરીર કહીએ છીએ તે બનેલું છે. આપણામાં કહેવત છે કે “યથા પિંડે તથા બ્રહ્માંડે ” “જેવું દેહે તેવું દેશે... આ ચાવી આપણે યાદ રાખીએ તે આપણે ખચીત સમજીશું કે શરીરને નિભાવવા સારૂ સ્વચ્છ માટી, સ્વચ્છ પાણું, સ્વચ્છ ખુલ્લાપણું, સ્વચ્છ અગ્નિ (સૂર્ય) સ્વચ્છ હવા, એ જરૂરનાં છે, ને તેમાંના એક પણ તત્ત્વથી આપણે ડરવાનું નથી. ખરું જોતાં તે તેને માંના એક પણ તત્વની શરીરને વિષે પ્રમાણમાં ખામી થાય ત્યારે દરદ થાય છે.
શરીરને વિષે આટલું જાણવાની આવશ્યક્તા છે, પણ એટલું જ જાણવું એ આપણા વિષયને સારું બસ નથી.
શરીર ચામડી, હાડકાં, માંસ અને રૂધિર (લોહી) નું બનેલું છે. હાડપિંજર ઉપર શરીરને મુખ્ય આધાર છે, તેને લીધે આપણે ટટાર ઉભા રહી શકીએ છીએ, તેને લીધે ચાલી શકીએ છીએ. હાડકાં એ શરીરના નાજુક અવયનું રક્ષણ કરે છે, ખાપરી એ ભેજાનું, અને પાંસળીઓ એ હૃદય તથા ફેફસાનું રક્ષણ કરે છે. દાક્તરની ગણતરી પ્રમાણે આપણા શરીરમાં ૨૩૮ હાડકાં છે. હાડકાને બહારના ભાગ કઠણ છે એવું આપણે સૌ જોઈ શકીએ છીએ, પણ તેવી સ્થિતિ અંદરના ભાગની નથી, અંદરનો ભાગ પોચો ને પિલો છે, એક હાડકું બીજાની સાથે સંધાએલું રહે છે તે જગ્યાએ કૂર્ચાનું આવરણ હોય છે. આ કૂર્ચા તે પિચું હાડકું જ ગણાય.
આપણા દાંત એ પણ હાડકાં છે. પ્રથમ બચપણમાં દૂધીઆ દાંત આવે છે તે સૌને પડી જાય છે. પછી છાશીઆ દાંત આવે છે તે પડયા એટલે પાછા નથી આવતા. દૂધીઆ દાંત છથી આઠ મહીને ફૂટવા શરૂ થાય છે, અને બાળક બેએક વરસનું થાય તેવામાં ઘણું–ખરા બધા ફેટી રહે છે. છાશીઆ પાંચ વરસ પછી ફૂટવા લાગે છે, ને ૧૭ થી ૨૫ વરસની ઉમર સુધીમાં બધા કૂટી રહે છે. દાઢ સર્વથી છેલ્લી કૂટે છે,
ચામડીને આપણે સ્પર્શ કરીશું તે ઘણી જગ્યાએ આપણું હાથને માંસના લોચા જણાશે. આ સ્નાયુ કહેવાય છે, અને તેનાવડે આપણાં જ્ઞાનતંતુઓ કામ લે છે. આપણે હાથ ભીડી ઉઘાડી શકીએ છીએ, જડમાં હલાવી શકીએ છીએ, આંખ મીટાવી શકીએ છીએ, એ બધું સ્નાયુને આધારે થાય છે.
શરીરસંબંધ બધું જ્ઞાન આપવું એ આ પ્રકણેની હદબહાર છે, લખનારને પિતાને તેવું જ્ઞાન છે પણ નહિ, આપણુ અર્થને સારૂ જાણવા જેટલું જ