________________
४२२ વ્યાખ્યાન સાહિત્યસંહ-ભાગ ૩ જે.
એકાદશ રકઝકઝકઝકનકwજન=============
- ડો. એ. બરનેથી જ્યારે જ્યારે પિતાના શ્રીમંત અને મોજમજામાં ડુબેલા રોગીઓને જેવા જતા ત્યારે હમેશાં તેઓનાં રસોડામાં જતે, અને રસેઈઆની મુલાકાત લેતો. તે તેમને કહે, “મારા ભલા મિત્રો ! હું તમારો હમેશને દેવાદાર છું, કારણ કે તમે મારા ઉપર ઘણું ભારે ઉપકાર કરે છે. રસેઈ કરવામાં તમે ચતુરાઈ અને કુશળતા દર્શાવે છે, તથા વિવિધ પદાર્થોને
સ્વાદવાળા બનાવી તેવડે તમારા શ્રીમંત શેઠેના શરીરમાં તમે જે વિવિધ રેગોને દાખલ કરે છે તેથીજ અમે ડાકટરે આજે બગીઓમાં બેસીને તાગ ડધીન્ના કરીએ છીએ. અમને જે તમારી મદદ ન હોત તો અમારે સર્વને ટાંટીઆ ઘસડતા જ્યાં ત્યાં જવું પડત, અને સુકું પાકું ખાવાનું પણ અમને પેટ ભરીને મળત નહિ.
મેં અને તમે અજાણતાં કરેલાં ખુને. માંદા માણસો આગળ શું બોલવું અને શું ન બોલવું, તેનું સેએ નવાણું મનુષ્યને બિલકુલ ભાન હોતું નથી. માંદા માણસોને સારું લાગવા માટે તથા તેની તેઓ અત્યંત દાઝ ખાય છે, એ દેખાડવાને માટે તેને સહજ તાવ આવ્યું હોય છે, તે પણ પેટે હાથ અડાડીને, ત્રણ જ લાંબું મુખ કરી તેઓ બેલે છે,
શે તાવ ચઢયો છે તાવ ! પાણુનાં ઘડાં પેટ ઉપર મૂક્યાં હોય તેઓ ધખી જાય !” પાસે મા અથવા બીજું કોઈ સંબંધી બેઠું હોય તે તે પિતાનું વધારે હેત બતાવવાને બોલે છે, અરે ત્રણ દહાડાથી આમ લેઢાની પેરે શરીર લખ્યું જાય છે. કેણ જાણે શું થવા બેઠું છે, અને હવે આમાંથી શું નીપજનાર છે, તે ભગવાનને ખબર. આવાને આવાં સેંકડો વચને દિવસમાં સેંકડેવાર માંદા મનુષ્ય પાસે તેના સંબંધીઓ તથા તેને જોવા આવનાર સર્વ બેલે છે. કેટલાક તે વળી આવી બાબતોમાં પિતાની અત્યંત કુશળતા જણાવવામાટે રેગીને થોડીવાર ધારી ધારીને જોઈને પછી બોલે છે, ભાઈ ! તમારા ડાબા કે જમણા પડખામાં કંઈ દરદ જેવું થાય છે? અને દેવગે રેગી જે કદાચ કહે છે કે હા, એવું વખતે વખતે જણાય છે, તે તરતજ અત્યંત ગંભીર મુખ કરી બેલે છે, મેં પહેલેથીજ ધાર્યું હતું કે લીવરમાં અને સ્પાઈનમાં કંઈ બિગાડ થવો જોઈએ, અને તેમજ નક્કી થયું! એ સાલે લીવરને રોગ એ ખરાબ છે કે કેમે કર્યો મટતું નથી. મારા વનમાળીને થયું હતું તે એને જીવ લીધે ત્યારે છુટયે?