________________
૧૮. * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. એકાદશ
==== == =s, w= == ====== બહુ પુષ્ટિકારક છે, અને સદાચારી મનુષ્યનું જ આયુષ વિશેષ આરોગ્યસંપન્ન હોય છે. જે સ્થળ અને સુમ શરીરનો બહુજ નિકટ સંબંધ છે. એક શિવાય બીજું ટકી શકતું નથી. સ્થળને છૂળને આહાર મળે જોઈએ અને સૂફમને સૂક્ષ્મને આહાર મળ જોઈએ સ્થળ શરીરને આહાર એટલે નિયમિત ખાવું પીવું અને વ્યાયામ અને સૂક્ષ્મ શરીરને આહાર એટલે સદ્ગુણ અને સદાચાર ૫. તાવ, ઉધરસ, ક્ષય વગેરે સ્થળ શરીરના રેગ છે; અને કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્રોહ, આળસ વગેરે મનના એટલે સૂક્ષમ શરીરની રોગ છે. ૬ સ્થળ શરીરની રોગ પ્રથમ શરીરને અને તે પછી કમે ક્રમે સૂકમ શરીરને દુર્બળ કરી નાંખે છે અને તે પ્રમાણે જ મનના-સૂક્ષ્મ શરીરના રેગ પ્રથમ મનને અને પછી સ્થૂળ શરીરને રેગી બનાવે છે. ૭ સાત્વિક આહાર શરીરને નીરોગ કરીને મનને સવગુણી અને સદ્દગુણી બનાવે છે. ૮ તામસ આહાર ( મદ્યમાંસ ઈત્યાદિ) મનને તમોગુણી બનાવી નીચ રિથતિને પહોંચાડે છે. હું પરેપકાર, દયા, ક્ષમા, સ્વાર્થત્યાગ, ઉદારપણું, ઉત્સાહ, હિંમત, સ્વજનપ્રેમ, અને રવદેશ સેવા ઈત્યાદિ ઉત્તમ ગુણ મનનો સુવિકાસ કરી શરીરને આરોગ્ય આપે છે. ૧૦ શરીર અને મન એ બે જ્યાં વિકારરહિત હોય છે ત્યાંજ આયુષ આરોગ્ય, આનંદ અને કીર્તિ એનો વધારો થાય છે.
આ દશ નિયમે નર રત્ન દાદાભાઈ નવરોજજી પાળે છે ને તેને આજે આજે ૯૦ વર્ષ થયાં છે. તા. ૧૮-૭-૧૪.
: પ્રવૃત્તિની શુદ્ધિના પ્રમાણમાં જ અંત:કરણમાં ઉલ્લાસ હોય છે. બાહ્ય નાન, કસરત વગેરેથી નિરામયતા પ્રકટે છે તે કરતાં અંતઃકરણમાં રાગદ્વેષનો અભાવ, નિ:સ્વાર્થપણુ, નિષ્કપટય, જુતા વગેરેથી વિશેષ પ્રકૃતિ સંદર્ય જામે છે. શરીરને વ્યાયામની તો પ્રજામાં બહુજ જરૂર છે. જેનામાં સાચી નિષ્ઠા છે, જેનામાં
ગ્ય વ્યાયામ છે, જેનામાં ન્યાયીપણું છે, જેનામાં કૃતધ્રપણું નથી, જેનામાં ધર્યબલ, તિતિક્ષા, અમદમાદિ સંપત્તિ છે, જેનામાં દીર્ધદષ્ટિ છે, જેનામાં વૃત્તિની 'લોલુપતા નથી, જેનામાં અડગપણે નિર્મોહતા સાધવાનું બળ છે, જેનામાં સમધને અનુસાર યત્ન સેવવાનું સામર્થ્ય છે, જેનામાં આત્માના બળના ધર્મો સચોટ સેવવાનું બળ છે તેવા પુરૂષને જ કુદરતનું અગાધ એશ્વર્ય અનુભવવા ગ્ય મળે છે. આયુષ, પુષ્ટિ, ધન, ધામ આદિ સર્વ પ્રકૃતિનાં ભરેલાં છે. સત્કીતિ જેમણે મેળવવાની છે તેમણે તે દિશાના યત્ન સેવવા અને જેમણે આરોગ્ય મેળવવું છે તેમણે તે દિશામાં પ્રયત્નો સેવવા. મનુષ્ય સર્વીશે ઉચ્ચ થવું. મનુષ્ય * ભાદય માસિક