________________
૪૧૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
દરકાર પણ રાખતા નથી. જ્યારે જ્યારે પ્રજા ઉત્પન્ન થાય ત્યારે આપણે ઈ શ્વરને પાડ માનીએ છીએ, એ આપણે કંગાલ દશા ઢાંક્વાનો એક રસ્તો છે. નબળી, પાંગળી, વિષયી, નમાલી પ્રજા આપણને થાય એને આપણે ઇશ્વરી કેપ કેમ ન માનીએ? બાર વર્ષના બાળકને પ્રજા થાય એમાં આપણને શું સુખ માનવાનું હોય ? તેમાં ઉત્સવ શે ઉજવો હોય? બાર વર્ષની બાળા માતા થાય એને મહા કેપ કેમ ન માન? તુરત વાવેલા ઝાડમાં ફળ થાય તે તે નબળું હોય છે એમ આપણે જાણીએ છીએ, તે ઝાડને ફળ ન બાઝે એવા આપણે ઈલાજ લઈએ છીએ; છતાં બાળક
ને બાળક વરથી પ્રજા ઉત્પન્ન થાય ને આપણે ઉજાણી કરીએ એ તે ભીંત ભૂલવા જેવું થયું. હિંદુસ્તાનમાં કે દુનિયામાં નમાલા માણસો કીડીની પેઠે ઉભરાય તેથી હિંદુસ્તાનનો કે દુનિયાને શે ઉદ્ધાર થઈ શકે ? પશુ આપણા કરતાં સારાં છે, કે જ્યારે તેઓને પ્રજા ઉત્પન્ન કરવાની હોય ત્યારેજ નર માદાનો મેળાપ આપણે કરાવીએ છીએ. મેળાપ પછી ને ગર્ભકાળ તથા જન્મ પછી બચું ધાવણ છોડી મોટું થાય ત્યાંસુધીને કાળ તદન પવિત્ર ગણુ જોઈએ, ને પુરુષે તથા સ્ત્રીએ તે કાળ દરમિયાન તે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ; તેને બદલે આપણે ઘડીભર પણ વિચાર કર્યા વિના આપણું કાર્ય કર્યેજ જઈએ છીએ ! આવાં રોગી મન આપણું છે એનું નામ અસાધ્ય રોગ. એ રોગ આપણને મોતની મુલાકાત કરાવે છે, અને મોત થતું નથી ત્યાં સુધી આપણે ઘેલા માણસની પેઠે ભમ્યા કરીએ છીએ. પરણેલાં સ્ત્રી-પુરુષેની ખાસ ફરજ છે કે તેઓએ પોતાના વિવાહને બેટે અર્થ નહિ કરતાં શુદ્ધ અર્થ કરી જ્યારે ખરેખર પ્રજા ન હોય ત્યારે વારસ ઈચ્છીનેજ પિોતે ભેગાં થવું.
આપણી દયામણી દશામાં આમ કરવું બહુ મુશ્કેલ છે. આપણે ખોરાક, આપણુ રહેણું, આપણે વાત, આપણું આસપાસના દેખાવે, એ બધા આપણી વિષયવાસના જાગ્રત કરનારા છે. વળી અફીણની પેઠે વિષયનો આપણને અમલ ચઢેલો હોય છે, તેવી સ્થિતિમાં આપણે વિચાર કરી પાછા હઠીએ એ કેમ બને ? પણ જે બનવું જોઈએ તેને વિષે કેમ બને, એવી શંકા ઉઠાવનારને સારૂ આ લખાણમાં જવાબ નથી. જેઓ વિચાર કરી કરવું જોઈએ તે કરવાનો પ્રયત્ન કરવા તૈયાર હોય તેને સારૂ આ લખાણ છે. જેઓ પિતાની સ્થિતિમાં સંતોષ માની બેઠા છે તેને આવું વાંચતાં પણ કંટાળો આવશે, પણ જેઓ પોતાની કંગાળ દશા જોઈ શક્યા છે ને તેથી કંઈક ભાગે કંટાળ્યા છે તેને મદદ કરવાને આ લખાણને હેતુ છે.
ઉપરના લખાણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જેઓ પરણ્યા