________________
પરિચ્છેદ
આરોગ્ય અધિકાર.
તેની સાથે આપણને સંબંધ જ ક્યાં છે? આપણે કંઈ ઈશ્વર નથી–જેણે પૃથ્વી બનાવી છે તે પિતાનું સંભાળી લેશે. બીજાઓ પાળે કે નહિ એ સવાલ આ પણને કરવાનેજ ન હોય. આપણે વેપાર, વકીલાત વગેરે ધંધામાં પડતાં વિચારતા નથી કે બધા વકીલ કે વેપારી થાય તો શું થાય? છેવટમાં જે બ્રહ્મચર્ય પાળશે તે પુરુષ અથવા સ્ત્રીને કાળે કરીને બન્ને સવાલોને જવાબ મળી આવશે, એટલે કે તેના જેવા બીજા તેને મળી રહેશે અને બધા બ્રહ્મચર્ય પાળે તે પૃથ્વીનું શું થાય તે પણ તે ધોળા દિવસ જેવું જોઈ શકશે.
ઉપરના વિચારે જંજાળી માણસે કેમ અમલમાં મૂકી શકે? પરણેલા શું કરે? જેને છોકરાં છે તે શું કરે? જેનાથી કામને વશ નજ રાખી શકાય તે શું કરે? આપણે સરસમાં સરસ શું છે તે જોયું. તે નમુનો આપણી પાસે રાખીએ તો પછી તેની તેવીજ કે ઉતરતી નકલ કરી શકીએ. બાળક પાસે અક્ષર લખાવીએ ત્યારે સારામાં સારા અક્ષરનો નમુનો તેની પાસે મૂકીશું તે બાળક તે ઉપરથી પોતાની શક્તિ પ્રમાણે પૂરી કે અધુરી નકલ કરશે, તેમજ આપણે અખંડ બ્રહ્મચર્યને નમુને આપણી સામે રાખી તેની નકલ કરવા મથી શકીએ તેમ છીએ. પરણ્યા એટલે શું? કુદરતી કાયદે તે એ છે કે
જ્યારે સ્ત્રી-પુરુષને પ્રજાની ઈચ્છા થાય ત્યારે જ તેઓ બ્રહ્મચર્યને તેડે. આમ વિચારપૂર્વક કેઈ જેવું વર્ષ કે ચાર પાંચ વર્ષે એક વેળા બ્રહ્મચર્ય તોડે તે તદન ગાંડા નહિ બને, અને તેઓની પાસે વીર્યરૂપી પુંજી ઠીક એકઠી રહી શકશે. ભાગ્યેજ એવાં સ્ત્રી-પુરુષ આપણું જોવામાં આવશે કે જેઓ માત્ર પ્રજાની ઉત્પત્તિને ખાતરજ કામગ કરતાં હોય; બાકી હજારે માણસે તે કામગ માગે છે, ઈચ છે ને કરે છે. તેનું પરિણામ એ આવે છે કે તેઓની ઈચ્છા વિરૂદ્ધ પ્રજા ઉત્પન્ન થાય છે. આ વિષયગ ભેગવતાં આપણે એટલા આંધળોભીંત બની જઈએ છીએ કે સામેના વિચારજ કરતા નથી. આમાં સ્ત્રી કરતાં પુરુષ વધારે ગુન્હેગાર છે. પિતાના ગાંડપણમાં સ્ત્રીની નબળાઈને અને પ્રજાને ભાર ઉપાડવાની–તેને ઉછેરવાની તેનામાં તાકાદ છે કે નહિ તેને તેને ખ્યાલ પણ રહેતું નથી. પશ્ચિમના લેકેએ તે આ બાબતમાં હાજ ઓળંગી છે. તેઓ પોતાના ભોગ ભેગવવાને ખાતર ને પ્રજા ઉત્પન્ન થાય તેને બે દૂર રાખવા ખાતર અનેક ઉપચારો વાપરે છે. તે ઉપચાર ઉપર પુસ્તકો લખાયાં છે, અને વિષય જોગવવા છતાં પ્રજા ઉત્પન્ન ન થાય એવું બતાવનારા ધંધાથીઓ પડયા છે! આપણે આવા પાપમાંથી હજુ તે મુક્ત છીએ; પણ આપણી સ્ત્રીઓ ઉપર બોજો લાદતાં આપણે ઘડીભર વિચાર કરતા નથી, ને આપણી પ્રજા નબળી, વીર્યહીન, બાયલી અને બુદ્ધિહીન થાય તેની
* લેખક ઈશ્વરને પૃથ્વીને કર્તા માને છે એમ જણાય છે.