________________
પરિચ્છેદ
wwwww
આરાગ્ય અધિકાર.
ગુહ્ય પ્રકરણ.
જેણે આરાગ્યનાં પ્રકરણા ધ્યાનપૂર્વક વાંચ્યાં છે તેને મારી વિનંતિ છે કે આ પ્રકરણુ વિશેષ ધ્યાનથી વાંચવું, ને તે ઉપર ખૂખ વિચાર કરવા. ખીજા પ્રકરણા હજી આવશે અને તે ઉપયાગી થઇ પડશે, એમ હું માનું છું; પ આ વિષય ઉપર ખીજું એકે પ્રકરણ આના જેવું અગત્યનું નહિ હેાય. મેં અગાઉ સૂચવ્યું છે કે આ પ્રકરણેામાં એવી એક પણ મામત મેં લખી નથી કે જેને વિષે મને જાતિ અનુભવ થયા નથી, અથવા જે હું પાતે ઢઢતાપૂર્વક ન માનતા હાઉં.
***
જાપ
આરેાગ્યની ઘણી ચાવીઓ છે, અને તે બધી ચાવીઓની જરૂર છે, પશુ તેની મુખ્ય ચાવી બ્રહ્મચર્ય છે. સારી હવા, સાશે ખેારાક, સારૂં પાણી વગેરેથી આપણે આરાગ્ય મેળવી શકીએ, પણ જેટલા પૈસા કમાઇએ તેટલા ઉડાવીએ તેા કઇ ખચતું નથી, તેમજ જેટલું આરોગ્ય મેળવીએ તેટલું ઉડાવીએ તેા પાસે પુંછ શી રહેવાની છે? માટે સ્ત્રી અને પુરુષ બન્નેને આરેાગ્યરૂપી ધન સાચવવાને સારૂ બ્રહ્મચર્યની સંપૂર્ણ જરૂર છે; એમાં કાઇએ શક લાવવાના નથી. જેણે પેાતાનું વીર્ય સાચવ્યું છે તેજ વીર્યવાન-બળવાન કહેવાય ને ગણાય.
બ્રહ્મચર્યાં તે શું ? એ સવાલ થશે. પુરૂષ સ્ત્રીના ભેાગ ન કરવા ને એ પુરુષના ભાગ ન કરવા, એ બ્રહ્મચર્ય છે. · ભાગ ન કરવા ' એટલે એકબીજાના વિષયની ઇચ્છાએ સ્પર્શ ન કરવા એટલુંજ નહિ, પણ એ ખાખત વિચાર પણ નહિ લાવવા–એ ખામતનું સ્વપ્નું પણ ન હેાવું જોઈએ. પુરુષ સ્ત્રીને જોઇને ઘેલા ન થવું અને સ્ત્રીએ પુરૂષને જોઇને ઘેલા ન થવું, જે શુદ્ઘશક્તિ - પશુને કુદરતે આપી છે તેને દખાવી, આપણા શરીરમાંજ સંગ્રહ કરી, તેને ઉપયાગ આપણું આરેાગ્ય વધારવામાં કરવા; અને તે આરાગ્ય એકલા શરીરનું નહિ પણ મનનું, બુદ્ધિનું અને યાદશક્તિનું છે.
હવે જરા આસપાસ કૌતુક બને છે તે જોઇયે. નાનેથી મેટાં બધાં માણુસે તેમજ સ્ત્રીએ, ઘણે ભાગે આ મેહમાં ડુબેલાં પડયાં છીએ. આપણે એવે સમયે ગાંડાતુર ખની જઇએ છીએ. આપણી બુદ્ધિ ઠેકાણે રહેતી નથી, આપણી આંખને પડદા આવી જાય છે, આપણે કામાન્ય બનીએ છીએ. કામમાં આવી ગયેલા પુરુષાને, સ્ત્રીઓને ને છે।કરા-છેકરીઓને મેં તદન ખાવા જેવાં જોયાં છે. મારા પેાતાના અનુભવ તેથી જૂદા નથી. જ્યારે જ્યારે તે દશામાં હું આવેલા છું ત્યારે ત્યારે મારૂં ભાન હું ભૂલી ગયા છું. એ વસ્તુજ એવી છે. આમ એક રતિભાર રતિ ( સુખ ) ને સારૂ આપણે એક મણુથી વિશેષ મળ