________________
૪૧૦
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહું-ભાગ ૩ જો.
-~-~~-~~~
55
કે યૂરોપના પાષાક યૂરોપના ઠંડા ભાગેામાં ભલે ચેાગ્ય હેાય; પણ હિંદુસ્તાનના પાષાક–અને હિંદુ અને મુસલમાને-હિંદુસ્તાનને સારૂ બંધબેસતા છે. આપણાં લુગડાં છુટાં હેાવાથી હવા આવ-જાવ કરી શકે છે. સફેદ ડાવાથી સૂર્યનાં ક્રિષ્ણે વિખરાઈ જાય છે. કાળા રંગના કપડામાં સૂર્ય હંમેશાં વધારે ગરમ લાગશે, કેમકે તેને લાગવાથી કિરણા વિખરાઈ જતા નથી.
આપણે માથું તે હુંમેશાં ઢાંકીએ છીએ, બહાર નીકળતી વેળાએ તા જરૂર ઢાંકવાન, પાઘડી એ આપણી એળખ થઇ પડી છે; છતાં જ્યાં પ્રસંગ આવે ત્યાં માથુ ખુલ્લું રાખવાથી ફાયદાજ છે. વાળ વધારવા ને પટીયાં પાડવાં એ તેા જંગલીપણુંજ જણાય છે. વધારેલા વાળમાં ધૂળ, મેલ ને લીખા વાસ કરે છે. માથામાં ગુમડાં થાય તેા તેની માવજત કરવી એ પણ મુશ્કેલ પડે છે. પાઘડી પહેરનારને માથાના વાળ સાહેબ લેાકની જેમ વધારવા એતા અણુસમજ ગણાય.
એકાદશ
પગને વાટે આપણે બહુ દરદના પંજામાં આવી પડીએ છીએ. ખૂટ વગેરે પહેરનારના પગ સુંવાળા થઈ જાય છે. તેમાં પસીના છુટે છે ને તે ખદખ મારે છે. જે માણસને વાસની પરીક્ષા છે તેનાથી છૂટ પહેરનાર માસ ખૂટ ને માજા કહાડે ત્યારે તેની પડખે ઉભી શકાતું નથી, એટલી વાસ તેના પગ માંથી છુટે છે. આપણે તા જોડાને કાંટારખાં કે પગરખાં કહીએ છીએ, એટલે કાંટામાં ચાલવું હાય, હુ તડકામાં કે ટાઢમાં રખડવું હેાય ત્યારેજ આપણને જોડા પહેરવાની જરૂર છે, અને તે પણ આખા પગને ઢાંકે તેમ નહિ પણ માત્ર તળીયાંને ઢાંકે; એટલે જરૂર જણાય ત્યારે માત્ર સેંડલ પહેરવાં જોઇએ. જેને માથું દુખવાનું દરદ હાય, જેને શરીરની નખળાઈ હાય, જેને પગના દુખાવે! હાય ને જેને જોડા પહેરવાની આદત હાય, તેણે જેડા પહેર્યા વિના ચાલવાનાં અખતરા કરી જોવા; એટલે તેને તુરત માલમ પડશે કે પગ ખુદ્દા રાખી, તેને જમીનના સ્પર્શી થવા દઇ, તેને પસીના રહિત રાખી આપણે કેટલા ફાયદા તુરત ઉઠાવી શકીએ છીએ. સેડલ એ બહુ સરસ જોડાની જાત છે, ને પ્રમાણમાં સસ્તી જાત છે. આફ્રિકામાં પાઈનટાઉન આગળ ટ્રાપીસ્ટ લેાકેા જેને જોઇએ તેને સારૂ બનાવે છે, ને ફિનિકસમાં પણ સેડલ બની શકે છે. સાધારણ વર્ગ એકલા સેંડલથી ચલાવી લે તેટલી તેની હિંમત નહિ ચાલે, તેવા માણુસે પણ જ્યારે જ્યારે પગને છુટા રાખી શકાય ત્યારે તે રાખવાજ, ને જ્યારે ટ વિના ચલાવાય ને કંઇક પણ તળીયાંને સારૂ જોઇએ ત્યારે સે લના ઉપયાગ કરવા.
--
-