________________
४००
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
દૂધ એ પણ તજવા યોગ્ય વસ્તુમાં ગણવાની આ લખનારે હિંમત કરી છે. તેને આધાર એક તે તેને પિતાને અનુભવ છે. પણ તે અનુભવને બાજુએ રાખવાની જરૂર છે. દૂધના મહિમા વિષે આપણને એવો સખત વહેમ છે કે તેને નાશ કરે એ ફેગટ પ્રયત્ન કરવા જેવું છે. વાંચનાર આમાં બતાવેલા બધા વિચારો કબૂલ રાખશે એવું લખનાર ધારતું નથી, અને વિચારે જેને પસંદ પડશે તે બધા તેનો અમલ કરશે એવું પણ તે ધારતું નથી, તેને હેતુ પિતાના વિચાર રજુ કરવાનું છે. તેમાંથી જેને જે એગ્ય લાગશે તેને તે ગ્રહણ કરશે, એટલે દૂધ વિશે પણ લખવું એ અગ્ય નથી. ઘણું દાક્તરેએ જણાવ્યું છે કે દૂધ એ કાળજવર પેદા કરનારી વસ્તુ છે, તે વિષે ચોપાનીયાં નીકળ્યાં છે. દૂધમાં હવાઈ જંતુઓ તુરત પડે છે, દૂધમાં આરોગ્યને હાનિ કરનારા જંતુ તુરત પેદા થાય છે, દૂધને સાચવવા આપણને ભારે પ્રયત્ન કરવા પડે છે. દક્ષિણ આફ્રિકામાં દૂધખાનાંઓને લગતા કાયદાઓ છે. દૂધ કેમ જાળવવું, કેમ રાખવું, વાસણે કેમ સાફ રાખવાં એ વિષે ઘણી સૂચનાઓ છે. આ પ્રમાણે જે વસ્તુનું જતન કરવું પડે ને જે ન થાય તો તેમાંથી નુકસાન થાય તે વસ્તુ મૂકવી કે રાખવી, એ વિચારવા જેવું ગણાશે. -
વળી ગાય કેવી છે, તે શું ખાય છે તેની ઉપર સારા કે નઠારા દૂધને આધાર રહે છે. ક્ષયથી પીડાતી ગાયના દૂધથી પીનારને ક્ષય થવાના દાખલા તબીબો રજુ કરે છે. તદ્દન તંદુરસ્ત ગાય મળવી મુશ્કેલ છે, ને જે ગાય તંદુરસ્ત ન હોય તો તેનું દૂધ પણ રોગી હોય છે. રોગથી પીડાતી માતાનું દૂધ બાળકને આપવાથી તે રોગનું ભેગી થાય છે એ સૈ જાણે છે. વળી ધાવતા બાળકને દરદ થાય ત્યારે વેદો દવા બાળકને નહિ આપતાં માતાને આપે છે કે જેથી તેના દૂધ વાટે તે દવાની અસર બાળક ઉપર થાય; અને જે હકીક્ત સ્ત્રીના દૂધને લાગુ પડે છે તેજ હકીક્ત ગાયના દૂધને લાગુ પડે છે. આમ દૂધ પીનાર એ દૂધ દેનારના ખોરાકની સાથે, ને તેની તંદુરસ્તી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આવી વિટંબના ને જોખમે જે દૂધ લેવામાં છે તે દૂધ તજવું એ અયોગ્ય નહિ ગણાય? તાકાદ આપવાને જે ગુણ દૂધમાં છે તે ઘણી વસ્તુઓમાં છે. જેતુનનું તેલ દૂધની ગરજ ઘણે ભાગે સારે છે. મીઠી બદામને ગરમ પાણીમાં પલાળી, છાલ ઉખેડી તેને મેદ કરી તેની સાથે પાણી ભેળવી તેને એકરસ કરવાથી દુધના બધા સારા ગુણ તેમાં હોય છે; ને દૂધથી નીપજતાં જોખમ તેને વિષે નથી રહ્યાં. છેવટમાં કુદરતને નિયમ તપાસીએ; વાછરડું શેડા માસ દૂધ ધાવી પછી મૂકી દે છે, ને દાંત આવે કે તુરત દાંતને ઉપયોગ થાય એવી વસ્તુ ખાવા મંડી જાય છે, તેમજ મનુષ્ય જાતિને વિષે