________________
પરિછે.
આરેગ્ય–અધિકાર.
૩૯
યતમાં એક મંડળ નીકળ્યું છે તેને મત એવો છે કે નીમક એ ઘણું મસાલા કરતાં પણ ખરાબ વસ્તુ છે. આપણા ખેરાકમાં આપણને વનસ્પતિજનિત નીમક મળે છે તેની જ જરૂર છે ને તેટલું બસ છે, પણ દરિયાઈ મીઠું અથવા ખનીજ મીઠું એ તો વગર જરૂરનું છે, અને શરીરમાં જેવું જાય છે તેવું જ પસીનાવાટે ને બીજી રીતે નીકળી જાય છે, એટલે કે તેને કંઈ ખાસ ઉપ
ગ શરીરમાં થતો જણાતું નથી. એક પુસ્તકમાં ત્યાંસુધી જણાવ્યું છે કે નમક ખાવાથી લેહીમાં બિગાડ થાય છે, પણ જેણે ઘણાં વર્ષ સુધી નીમક ન લીધું હોય ને જેણે પિતાનું શરીર બીજી રીતે સ્વચ્છ રાખ્યું હોય તેનું લેહી એવું ચોખ્ખું થાય છે કે તેની ઉપર સર્પ વગેરેના દંશની અસર થતી નથી, કેમકે તેવા લેહીમાં એવા દંશેની અસરને દૂર કરવાને ગુણ રહેલું હોય છે. આ વાત બરાબર છે કે નહિ એ આપણે જાણી નથી શકતા, પણ એટલું તે અનુભવપૂર્વક કહી શકું છું, કે ખાંસી, હરસ, દમ, રક્તપ્રવાહ વગેરે દરની ઉપર જે નીમક મૂકાય તો તેની તાત્કાલિક અસર થાય છે. એક હિંદીને ઘણું લાંબા સમયથી દમ ને ખાંસીનું દરદ હતું તે નીમક મૂકવાથી ને તેની સાથે જે બીજા ઈલાજે લેવાના હતા તે લેવાયાથી મટયું. નમક નહિ ખાવાથી કેઈને પણ માઠી અસર થઈ એવું મેં અનુભવ્યું નથી. મને તે નમક તયાને બે વર્ષ ઉપરાંત થયા છતાં તેની માઠી અસર હું જેતે નથી, પણ કેટલાક ફાયદા અનુભવું છું. પાણું ઓછું પીવું પડે છે, શરીરમાં સુસ્તી ઓછી રહે છે. મારે પોતાને નમક મૂકવાનો પ્રસંગ પણ વિચિત્ર હતું, જેના દરદને સારૂ મેં નમક છોડયું તેનું દરદ ત્યાર પછી હમેશાં કેદમાં રહ્યું છે. જે તે દરદી તદન નીમક છેડી શકત તે દરદ નિર્મૂળ થાત એ પણ મારો વિશ્વાસ છે.
નમક છોડનારે ભાજીપાલે ને કઠોળ છોડવાં પડે છે એ ભારે પડતું લાગે છે એમ મેં ઘણું પ્રયોગોમાં જોયું; પણ લીલોતરી ને કઠોળ છોડયા વિના ન જ ચાલે એવું છે. મને એમ ભાસ્યું છે કે લીલોતરી અને કઠોળ નીમક વિના પચાવવાં મુશ્કેલ પડે છે. આને અર્થ એમ થતું નથી, કે નીમક પાચન વધારનારી વસ્તુ છે; પણ જેમ મરચું ખાધાથી પાચનશક્તિ વધતી નથી પણ માત્ર વધી એમ જણાય છે, અને છેવટે તેથી થતું નુકસાન જોવામાં આવે છે, તેમ નીમકનું છે. એટલે નીમક છોડનારે લીલોતરી ને કઠોળ અવશ્ય છોડવાં જોઈએ. આ પ્રયોગ સા પિતાની ઉપર કરીને તેની અસર અજમાવી શકે છે. જેમ અફીણ છેડનારને થોડા દિવસ મુસીબત જણાય છે, અને શરીર શિથિલ જણાય છે, તેમ નમક મૂકનારને પણ જણાશે તેથી હારવા જેવું નથી, ખંત રાખવાથી નમક છોડનારને ફાયદેજ થશે,