________________
પરિચ્છેદ, આરોગ્ય અધિકાર.
કહ્યું નજ કર કર ક ન ============ દૂધ દહીં પણ નથી લીધાં. મારે બરાક કેળાં, મગફળી, જેતુનનું તેલ (એલીવ ઓઈલ) અને લીંબુ કે એવું કંઈ ખાટું ફળ તથા ખજૂર, એ છે. હું નથી કહેતા કે આ અખતરે બરાબર ફળીભૂત થયો છે. આવા મહાન ફેરફારની અસર જાણવા સારૂ છે માસ બસ નથી, પણ એટલું તે કહીશ કે જ્યારે બીજા માંદા પડયા છે ત્યારે મારી તબીયત સારી રહેલી છે. મારામાં પ્રથમ માનસિક ને શારીરિક શક્તિ હતી તેના કરતાં વિશેષ છે. શારીરિક શક્તિને માટે એટલું કહેવું જોઈએ કે જેટલું વજન હું પ્રથમ ઉપાડી શકતે તેટલું કદાચ ન ઉપડે; પણ જેટલા કલાક હું પહેલાં મજુરી કરી શકતો તેના કરતાં વધારે વખત સુધી વગર થાકયે કરી શકું છું. માનસિક કામ તે હાલ બહુજ વધારે કરું છું છતાં તેને પહોંચી વળું છું. કેટલાક દરદીઓને સારૂ મેં આ પ્રકારને
ખોરાક અજમાવ્યું છે, તેનાં પરિણામ તે અભુતજ આવ્યાં છે. તેનું વર્ણન - દરદ વિષેના પ્રકરણમાં આપવાની ધારણા છે. એટલે બીજાના અનુભવથી, મારા પિતાના અનુભવથી, ને જે વાંચ્યું–વિચાર્યું છે તેથી એટલું તે લાગે છે કે ફળાહાર એ ઉત્તમ ખેરાક છે.
હું માનતો નથી કે આ ભાગ વાંચીને ફળાહારને અખતરો કરવા કઈ મંડી જશે; મારા આ લખાણની અસર ભાગ્યેજ વાંચનારની ઉપર થશે, પણ મારે જે સત્ય લખવું છે ને ધારણું એજ છે તે પછી મને જે બરાબર ભારર્યું છે તેજ બતાવવાની મારી ફરજ સમજું છું.
પણ જો કોઈ વાંચનારને ફળાહારનો અખતરે કરવાનું વિચાર થાય તે તેણે ઠેકડો ન મારતાં ધીમે ચાલવાની મારી ભલામણ છે. બધાં પ્રકરણે તે વાંચી રહે પછી તેણે સાર ખેંચી, સમજીને જે કંઈ કરવું હોય તે કરવું.
' હવે પછીના વિભાગમાં બીજા વર્ગના ખેરાકનો વિચાર આપણે કરીશું. તે વધારે રન્ય થઈ પડશે, એમ મારું માનવું છે, અને આ વિભાગ તે વિભાગપછી વધારે સમજાશે.
જેઓ આ પ્રકરણે ધ્યાનપૂર્વક વાંચતા હોય તેઓને મારી એટલી વિનતિ છે કે પ્રકરણે પૂરાં થયા પછી જ તેમણે છેવટના વિચાર બાંધવા.
બીજા દરજજાને અને ફળાહારથી ઉતરતે રાક વનસ્પતિ છે. આમાં બધી જાતને ભાજીપાલ, દાણા, કઠોળ અને દૂધ વગેરેને સમાસ થાય છે. જેમ ફળાહારમાં માણસને જોઈતાં તત્ત્વ મળી રહે છે તેમ વનસ્પતિમાં પણ છે; છતાં બન્નેની અસર એકજ નથી. આપણને જે તે રાકમાંથી મળે છે તેમાંના કેટલાંક તે હવામાં પણ છે, છતાં હવામાંથી તે મેળવી ખોરાની