________________
પરિચછેદ
વિદ્યા પ્રશંસાધિકાર. == = = === ========
અભણને કાનપુચ્છની ઉપમા. शुनः पुच्छमिव व्यर्थ जीवितं विद्यया विना। न गुखगोपने शक्तं न च देशनिवारणे ॥९॥
જેમ કૂતરાનું પૂંછડું પિતાની ગુદા ઢાંકવાને તથા ( મુખ ઉપર) બેસતી માંખી કે મચ્છરના દંશને નિવારણ કરવામાં સમર્થ નથી, તેથી પૂંછડું નિરૂપએગી છે, તેમજ વિદ્યાવિના છંદગી નિષ્ફળ જાણવી. ૯
વિદ્યાનું ગેરવ. लक्ष्मीः सुवर्णरूपापि, पाणिपादेषु योज्यते । भूषयत्यन्तरात्मानं, वर्णरूपापि भारती ॥ १०॥
લક્ષ્મી (જો કે પૂજ્ય છે છતાં) સુવર્ણમાં ગણવાથી પગમાં પહેરવામાં ઉપયેગી થાય છે અને સરસ્વતી તો વર્ણરૂપ છતાં અંતરાત્માને શણગારે છેશાંતિ આપે છે. ૧૦
તથા– न हीनो धनहीनोऽपि, धनं वा कस्य निश्चलम् । વિદાહીનg જોઓરિ, સદીના સર્વવતુ, . ૨૨ .
ધનવિનાના મનુષ્યને ગરીબ ન માનવે કારણ કે ધન કેને કાયમ રહ્યું છે? પરંતુ જે મનુષ્ય વિદ્યારહિત છે તે મનુષ્ય સર્વ મનુષ્યમાં ગરીબ છે. ૧૧
વિહાવિનાનું રૂપ પણ શેભતું નથી. रुपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते, निर्गधा इव किंशुकाः ॥१२॥
ખાખરાનાં કેશુડાં, રૂપસહિત છે અને દેખવામાં આલ્હાદકારી છે, પણ સુગંધીવગરનાં છે તેથી કિંમતી ગણાતાં નથી, તેમ રૂપ, વિનયુક્ત અને મોટા કુળમાં ઉત્પન્ન થયેલા માણસો પણ વિદ્યાવગરના શોભતા નથી. ૧૨
ખરા તત્વવેત્તાઓ (વિદ્વાને) દુર્લભ છે. कुलीनाः सुलभाः मायः सुलभाः शास्त्रशालिनः। सुशीलाथापि सुलभा, दुर्लभा भुवि तात्विकाः ॥ १३ ॥
(ફૂ. મુ)