________________
પરિચછેદ.
આરોગ્ય-અધિકાર
૩૬૫
થાય છે ત્યારે એક વખતના પણ સેવનથી વ્યય ઘણે થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને હાલના સમયમાં આપણે દેશનાં હવાપાણી પ્રમાણે ૫. વર્ષ પછીની અવસ્થા તે વૃદ્ધાવસ્થા ગણાય છે. દિવસનું કામસેવન શરીરને અત્યંત હાનિકારક છે, તેથી તે શરીરસુખાકારી માટે પણ વજ્યજ છે અને પરસેવન તે અનેક પ્રકારે હાનિકારક છે તેથી તે તો સર્વથા વર્યજ છે.
આ અને બીજા પણ કેટલાક ખાસ પાળવાયોગ્ય નિયમે કહેલા છે, તે સર્વને ઉલ્લેખ અહીં કરવામાં આવ્યું નથી. તે નિયમથી શરીરને જે જે લાભ છે અને તે નિયમ ન પાળવાથી જે જે નુકશાન છે તેનું પૂરતું સ્પષ્ટીકરણ તે ડાકટરી યા દેશી વૈદકમાં તેમજ વસ્તુના પૃથક્કરણાદિકમાં જે કુશળ હોય તેજ કરી શકે તેમ છે. તેવા અભ્યાસીની આવા વિષયને માટે ખાસ આવશ્ય
ક્તા છે. તેજ એના પર પૂરતું અજવાળું પાડી શકે તેમ છે. - હાલના વિજ્ઞાનીઓ અને તંદુરસ્તીની વૃદ્ધિના સંબંધમાં વિચાર કરના૨ ઓ જ્યારે અનેક પ્રકારનાં જંતુઓ જે કે શરીરને હાનિકર્તા છે તેને વિનાશ કરવા માટે તેને શોધી કાઢવામાં પ્રયત્નવાન છે અને તેના વિનાશનાં અનેક સાધન જે છે ત્યારે જૈન શાસ્ત્રકારોએ એની ઉત્પત્તિજ ન થાય એ માર્ગ સ્વીકાર્યો છે અને પાણી પહેલાં પાળ બાંધવાના જેવા નિયમે કરેલા છે. જેઓ પ્રમાદને અથવા ઇંદ્રીઓને વશ થઈને તે તે નિયમ પાળતા નથી તેઓ શારીરિક હાનિ પ્રાપ્ત કરે છે અને પછી જંતુવિનાશના પ્રયત્નમાં પડે છે. આ માર્ગ જેનીઓને માટે સ્વીકરણીય નથી.
ઉપર જે જે નિયમો લખવામાં આવ્યા છે તે દરેક શ્રાવકભાઈએએજ નહિ પણ સર્વ જગતને પાળવાના છે. તેની અંદર હેતુમાત્ર શારીરિક લાભને લગતાજ લખેલા છે, પરંતુ તેટલા ઉપરથી તેજ હેતુએ નિયમ પાળવાના છે એમ સમજવાનું નથી. તે નિયમ પાળવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે, જીવદયા અનેક ત્રસસ્થાવરાદિ જીની પળે છે, આત્માની મલિનતા થતી નથી અને રસનેંદ્રિયની આસક્તિ ઓછી થાય છે. ઈત્યાદિ બીજા પણ અનેક લાભ છે. આ બધા નિયમ શ્રાદ્ધવિધિ વિગેરે શ્રાવકના આચારને સૂચવનારા ગ્રંથાદિને આધારે લખેલા છે. સ્વતઃ નીપજાવી કાઢેલા નથી. માત્ર લેખની ઢબ શારીરિક લાભને સૂચવવામાટે તે રૂપમાં વાપરેલી છે. આ સિવાય પણ બીજા ઘણા નિયમો શ્રાવકભાઈઓ વિગેરેએ પાળવાના છે, તે પ્રસંગોપાત્ત પ્રદર્શિત કરશું. હાલ તરતમાં આટલા નિયમો પાળવાતરફ પણ જે વલણ થશે અને પાળવામાં આવશે તે તેટલાથી પણ ઘણે લાભ પ્રાપ્ત થશે. '