________________
૩૫૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશ
ભેજન કરવું.” આ નિયમથી જઠરાગ્નિ તેજ થયા પછી જ તેનાપર અન્નનું વજન પડે છે, તેની મંદતાના સમયમાં વજન પડતું નથી.
૨. “સૂર્યાસ્ત થયા પછી ભેજન ન કરવું, અર્થાત્ સૂર્યાસ્ત થયા અગાઉજ જમી લેવું.” આ નિયમથી રાત્રિએ જ્યારે અગ્નિ મંદ પડે છે અને નાડીઓ સંકુચિત થાય છે તેવે વખતે તેના પર વજન પડતું નથી. તેમજ રાત્રિને વખતે દીપકને પ્રકાશ છતાં ન દેખી શકાય તેવા અને દીપકના પ્રકાશને લઈને નૃપલાઈને પડતા એવા અનેક સૂક્ષ્મ જંતુઓ રાકમાં આવતા બંધ થાય છે, જેથી તંદુરસ્તી બગડતી નથી. આ સિવાય બીજા પણ ઘણું લાભે છે.
૩. “ઘી, તેલ, દુધ, દહીં વિગેરે પ્રવાહી પદાર્થનાં ભાજને ઉઘાડાં મૂકવાં નહીં અને ઉઘાડાં રહેલાં હોય તે બનતાંસુધી તે ચીજો ભજનના ઉપયોગમાં લેવી નહીં.” આ નિયમથી એવા પ્રવાહી પદાર્થોમાં પડીને તદ્રુપ થઈ ગયેલ જંતુઓ અથવા તેમાં પડેલી અને શરીરને હાનિકારક વસ્તુઓ ઉપભેગમાં લેવાતી નથી અને તેથી તંદુરસ્તી બગડતી નથી.
૪. “શુંક, બડો વિગેરે જેમ તેમ જ્યાં ત્યાં નાખવું નહીં અને જ્યાં નાખવું ત્યાં તેના પર રક્ષા કે ધૂળ ઢાંકી દેવી.” આ નિયમથી વ્યાધિવાળા શરીરના થુંક કે બડખાથી તેમાંના જંતુઓ વિસ્તરતા નથી અને અન્યને હાનિ કરતા નથી.
- પ. “સામટા મનુષ્ય જ્યાં પેશાબ કરતા હોય ત્યાં કોઈના પેશાબ ઉપર પેશાબ કરવો નહીં, પણ તદન કેરી, છુટી ને તડકો આવે તેવી જમીનપર પેશાબ કરવો.’ આ નિયમથી મૂત્રજન્ય વ્યાધિઓ જે પરસ્પરને લાગુ પડી શકે છે તેનો અવરોધ થાય છે.
૬. “જેમ બને તેમ દૂર અને સૂકી જગ્યાએ જ્યાં લેકેને અવરજવર ન હોય ત્યાં દિશાએ જવું. આ નિયમથી વસ્તીની અંદર દુર્ગધી ફેલાતી નથી. અને બીજે પણ તજજન્ય રેગાદિ ઉપદ્રવ થતું નથી.
૭. “દિશાએ જવાનાં અથવા બીજી રીતે અપવિત્ર થયેલાં વસ્ત્રો તરતજ સ્વચ૭ કરી નાખવાં, તેવાં વસ્ત્રો સહિત પુસ્તક વાંચવું નહીં, એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરે નહીં.” આ નિયમથી અશુચિનાં પુદગળે કે વ્યાધિકારક જંતુઓ જે વસ્ત્રમાં ભરાઈ રહેલાં હોય તેની માઠી અસર શરીરને થઈ શકતી નથી.
૮. “સાધુએ તે નિરંતર અને શ્રાવકે બનતાસુધી ઉકાળેલું પાણી પીવું.” આ નિયમથી જળની અંદર રહેલી અનેક પ્રકારની માઠી અસર શરી