________________
૩૪૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશી
કેટલાંક સ્વપ્ન ઉપરથી મરણની અટકળ. अतितप्तं पानीयं, सगोमयं गरलमौषधेन युतम् । । यः पिबति सोऽपि नियतं म्रियतेतीसाररोगेण ॥६॥
જે મનુષ્ય સ્વપ્નમાં છાણ સહિત અત્યંત તપેલું પાણી પીએ, અથવા ઔષધની સાથે ઝેર પીએ તે મનુષ્ય પણ અતિસાર (ઝાડા) ના રેગથી નકકી મરણ પામે છે. ૬ તથા
स्वमे हृदयसरस्यां, यस्य प्रादुर्भवंति पनानि । । कुष्ठविनष्टशरीरो, यमवसतिं याति स त्वरितम् ॥ ७॥
સ્વપ્નમાં જે મનુષ્યના હદયરૂપી તલાવડીમાં કમલો પ્રકટ થતાં દેખાય છે તે મનુષ્યનું શરીર કઢથી નષ્ટ થઈ જાય છે અને તુર્ત યમપુરીમાં જાય છે. એટલે તુ મરણ પામે છે. ૭
રમમાં હસે, નાશે અને ભણે તેનું ફળ, हसने शोचनमचिरात्प्रवर्तते नर्तने च वधबन्धाः ।। पठने कलहश्च नृणामेतत्माज्ञेन विज्ञेयम् ।। ८॥ १.१.
જે મનુષ્ય સ્વપ્નમાં હસે તો તેને થોડા વખતમાં શેક થાય અને નૃત્ય કરે તે મરણ અથવા બંધન થાય તથા અભ્યાસ કરે તે મનુષ્યોની સાથે કલેશ (ક ) થાય એમ વિદ્વાન પુરુષે જાણી લેવું. ૮
દુષ્ટ સ્વનિ નિવારણની ભલામણ दुःस्वमे देवगुरून्पूजयति करोति शक्तितश्च तपः। । सततं धर्मरतानां, दुःस्वमो भवति सुस्वमः ॥ ९॥ *
દુષ્ટ સ્વપ્ન પ્રાપ્ત થતાં જે મનુષ્ય દેવતાઓ તથા ગુરુઓની પૂજા કરે છે, શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરે છે તથા જે મનુષ્ય હમેશાં ધર્મમાં પ્રીતિવાળાં છે તેઓને દુષ્ટ સ્વપ્ન સુસ્વપ્નરૂપ થઈ જાય છે, અર્થાત દુષ્ટ સ્વનિ હોય તો પણ તે શુભ ફળ આપે છે. હું દુષ્ટ સ્વમને નિષ્ફળ કરવામાં દેવદર્શનને પ્રભાવ.
કુટુ! • अमोघा वासरे विद्युदमोघं निशि गर्जितम् । ગોવા વનાવાળી, સો વર્શન ૨૦ કે ૪ ક. ૧)