________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ.
ભાગ ૩જો.
दिशम परिच्छेद,
આ
પુસ્તકના ૧ લા વિભાગમાં ૬ પરિચ્છેદ્ય લેવામાં આવ્યા છે. જેવું સંક્ષિપ્ત સિંહાવલેાકન મોજા વિભાગના સક્ષમ પરિચ્છેદના ઉપક્રમ સમયે કરવામાં આવ્યું છે. અને ખીજા વિભાગમાં સપ્તમ, અષ્ટમ અને નવમ એમ ત્રણ પરિચ્છેદ લેવામાં આવ્યા છે તેનું સંક્ષિપ્ત સિંહાવલેાકન આ ત્રીજા વિભાગના દશમ પરિચ્છેદના ઉપક્રમ સમયે કરવું આવશ્યક છે. મીજા વિભાગમાં સક્ષમ પરિચ્છેદમાં ઘણે ભાગે ચારિત્ર્ય, વ્રત આદિ આવશ્યક ઉપાદેય અધિકારાનું વર્ણન કરીને અષ્ટમ પરિચ્છેદમાં મિથ્યાત્વ, કુશાસ્ત્ર વગેરે અનુપાય વિષયાના અધિકારી વર્ણવવામાં આવ્યા; અને નવમ પરિચ્છેદમાં વ્યવહારની સુસ્થિતિ તથા અંતરાત્માની ઉન્નતિ ટકાવી રાખવા ખાતર ઉપદેશરૂપે ધન, દોષ આફ્રિ અધિકારાની ગ્રાહ્યતા માનીને તે તે વિષયે વાંચનારની સમક્ષ મૂકવામાં આવ્યા છે અને એવી રીતે ત્રણ વિસ્તૃત પરિચ્છેદ્યામાં એ ખીજો વિભાગ પૂર્ણ થાય છે.