________________
૨૯૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
ચાલુ પ્રસંગ વિગેરેમાં પિતાની વિચારશક્તિને દેરતાં શિખવું જોઈએ, જેથી પિતાને અને અન્યને પણ લાભ થાય. અને જો એમ કરતાં ન આવડે તે વિદ્યા ભણાવવામાં ગુરૂએ લીધેલી મહેનત ફેકટ જાય છે. કારણ કે તેવા વેદીયાં ઢોરને સદ્ અને વિચાર બિલકુલ હોતો નથી. એ બતાવી હવે મૂર્ખવિચાર અધિકારને સ્થાન આપવા આ અધિકારની સમાપ્તિ કરી છે.
LIFile
પર
ML=
I
LAL
मूर्ख विचाराधिकार.
– ૨ – ઘા ભણ્યા છતાં પણ જેઓ મૂખે રહે છે તેઓ પંડિત મૂર્ખ કહેવાય છે. આની પહેલાંના અધિકારમાં એ પંડિત મૂખે કેવા
હોય છે તેવું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. હવે આ અધિકારમાં કરી વિદ્યા ન ભણવાથી અથવા સુસંગતિના અભાવથી જંગલી જેવા રહેલા દુનિયાના વ્યવહારના ભાનવગરના મૂર્ખ લોકેમાં કદીપણ વિચાર કર. વાની શક્તિ હોતી નથી અને આવતી પણ નથી તેઓ વિચાર વગરના જ હોય ને અથવા શુદ્ધ વિચારના કે વિચિત્ર વિચારના હોય છે અને તેમ હોવાથી તેઓ જનસમાજને ઓછા ઉપયોગી નિવડે છે બિલકુલ ઉપયોગી નથી થતા અથવા વખતે હાનિકારક પણ નિવડે છે એ બતાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે.
આપણે યાં 'આહહું? શિવદાસ અને નાજે એ બે ભરવાડને ઘણી મૈત્રી હતી. તેઓ હમેશાં સાથે ઢોર ચરાવવાને જતા હતા. વગડામાં ઢોરને ચરવા મેલી પોતે લાકડીના ટેકાવતી આખો દિવસ ઉભા રહેતા હતા. ભૂત જેવી ભરવાડની જાતને તેથી જરા પણ થાક વર્તાતો નહિ. કોઈ વખત કાનમાં આંગળીઓ ખેતશી સામસામાં દૂહા ઝણુકાવતા હતા. તે જાણે કૃષ્ણ, પીઓ અને ગાયને બેલાવવાને વેણુ વગાડતા હોય તેની નક્લ જેવું લાગતું હતું. કેઈ વખત મોઢાથી ડચકારા, પડકારા, રણકારા, વગેરે બેસીને જાણે ઢોરાંની ભાષાથી સમજાવતા હોય એ ડળ લાગતો હતો. સાંજ વખતે ઢોરને હાંકી, ખભે આડી લાકડી રાખી,
૧ ઢોરાંને ચરાવવા જવું તે. * કૌતુમાળા,