________________
પરિચછેદ,
* પતિ મૂખધિકાર.
२८७
તનું જ્ઞાન નથી. તેથી પાછે વળી પેલા ટીખળીને પૂછયું કે “મારે ઘેર પાધરા જવું કે કેમ ?”
ટીખળીએ સલાહ આપી કે, “તમારે માથે ધોતી ઓઢી દરવાજેથી પોક મૂકવા માંડવી તે ઘર સુધી ચાલુ રાખવી. પછી ઘેર પહોંચ્યા કે ત્યાં બેસી ગેડી વાર રેયા કરવું, ને ઘરનાં માણસો આવી છાના રાખે એટલે રહી જવું.”
વિદ્યાધર તે પિલા ટીખળીની સલાહ પ્રમાણે પોક મૂક્તો ઘર આંગણે જઈ બેઠે. આડશીપાડેશી જેવાને એકઠાં થયાં. તેના રેવાને સાદ સાંભળી તેની વિધવા બેન ઘરમાંથી બહાર આવી, અને જુએ છે તે પોતાના ભાઈને પોક મૂકત દીઠે, તેથી ઘણું આશ્ચર્ય પામીને પૂછવા લાગી કે, ભાઈ, તમે આજ દશ વર્ષે ઘેર આવ્યા તેથી અમારે દીવાળીના દિવસ જે આનંદ થયે, પણ તમે રોતા કેમ આવ્યા?
વિદ્યાધર--મહા દૈવકેપ થયો! બહેન--શો કેપ થયો? વિદ્યાધર--મારી સ્ત્રી રાંડી છેને!! બહેન--અરે! ભાઈ, એ શું બોલે છે! તમે બેઠા છે અને તમારી સ્ત્રીતે રાંડે !! વિદ્યાધર--જેને બેન, હું બેઠાં, તું રાંડી છે, તો તે કેમ ન રડે ?
વિદ્યાધરનું આવું અતિ મૂર્ખાઈ ભરેલું બોલવું સાંભળી તેની બહેન શર. માઈને ઘરમાં જતી રહી. ભેગા મળેલા લોકેએ કહ્યું કે, “તમે કાશીએ જઈને ગમે એટલું વેદનું જ્ઞાન મેળવી આવ્યા પણ આખર “વેદી ઢેર,” “ભણ્યા પણ ગણ્યા નહિ.” . મને " જે રિતઃ ધાવા જેવા
એક શિષ્ય ગુરૂની પાસે ઘણું મુદતથી શાસ્ત્રનો અભ્યાસ કરી સંસ્કૃત સારી રીતે શીખ્યો હતે. પિતાને સંસ્કૃત આવડે છે એમ બતાવવાની એક તરફથી અપેક્ષા પૂરી હતી, તેમાં વળી ગુરૂને હમેશને બોધ એજ હતું કે બોલવા ચાલવાનો વવહાર ગીર્વાણ ભાષામાં રાખવે. ગીર્વાણ તે દેવવાણી છે. પ્રાકૃત ભાષા નિષિદ્ધ છે, તે યાવની ભાષાથી શેળભેળ છે. યાવની ભાષા તે કંઠે પ્રાણ આવ્યો હોય તે પણ બોલવી નહિ, એમ શાસ્ત્રની આજ્ઞા છે, માટે બ્રાહ્મણના દીકરાને સંસ્કૃત ભાષા વાપરવી એગ્ય છે.
ગુરૂના બોધમુજબ શિષ્ય બોલવા ચાલવાના ને લખવાના પ્રસંગમાં સંસ્કૃત ભાષા વાપરવા માંડી. તેને ગુરૂ સિવાય બીજા લેકેજોડે પ્રસંગ થોડો
કૌતુકમાળા.