________________
પરિષદ
મૂર્ણ ભૂષણે-અધિકાર..
દીઠા બે જણ ડાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર. સાહિબ પાસે તમે સંચરી, કહે ઘણી આજીજી કરી; જીવાડે તેતે જીવીએ, છેક તમારા છોરૂ છીએ. પ્રજાતણ છે માતા પિતા, શબ્દ કહે એવા શોભિતા; ચડે દયા રાજાને શિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.
દાહા. જુગતી સુણીને બે જણ, અંતરમાં ધરી આશ; આવ્યા અરજી ઉચારવા, પાદશાહની પાસ. બીતા બીતા બે જણ, ઉચર્યા એવું આપ; તમે અમારા છોકરા, અમે તમારા બાપ. શબ્દ સુણું સુલતાન તે, ખીજી પાપે ખેદ; હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ. કોઈએ વાત જઈ કહી, જ્યાં કણબીની જાત; પ્રધાન પાસ ગયા પછી, નર જે કણબી નાત. પ્રીતે કહી પ્રધાનને, વળી વળી વિગતે વાત, પ્રધાન બે પ્રેમથી, સુણે સહુ સાક્ષાત. અધિપતિ આવે અવસરે, માને નહી મુજ વેણુ; બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ. પછે બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર; પ્રણામ કરીને પ્રેમથી, એ કર્યો ઉચાર. સંકટ પડીયું સામટું, તે માટે તુજ પાસ; આજ સર્વ આવ્યા અમે, ઉગરવાની આશ. ધણુ અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર; તેય અમારી પ્યારી તું, ધણીયાણું છું ધીર. બેલી બેગમ બેલતાં, ભારે રીસ ભરાય; કણબીની ધણિયાણી તે, કણબણ તે કહેવાય. એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તત્કાળ, વાત વિગતવારે કહી, પૃથ્વી પતિની પાસ; પતિએ કહ્યું પ્રધાનને, કરશે નહિ કચાશ. મૂરખ એવા માનવી, જે જે કણબી જાત, મારી કાઢી મુલકથી, રહે ન એકે રાત,