________________
પરિચ્છેદ.
મૂર્ણ અધિકાર.
ર૭૫
ચેરો ગયા પછી ગાડાવાળા ગાડા પર આવી બેઠા, અને અસમાલજીની સાથે વાતો કરવા માંડી. ગાડાવાળાએ કહ્યું કે, “આ ગામ નજીક આવે છે ત્યાંના મુખી પટેલને આ ચોરીની વાત આપણે જાહેર કરીએ ” અસમાલજીએ કહ્યું, “આપણે માલ ગેરવલ્લે જનાર નઠી, માટે અહિં રસ્તામાં મુખી શાનદાર પાસે નકામા અથડાવાની જરૂર શી? પન હવે બાકીને માલ ઈદર તાકીદે લઈ જો એજ થીક છે.” એ રીતે કોઈને જાહેર કર્યા વગર અસમાલજી ઈડર આવી પંહએ. ગાડામાંનો માલ ઘણે એ છે જેઈ શેઠે પૂછ્યું –
લુકમાનજી–કેમ અસમાલજી! આતોજ માલ જણાય છે!
અસમાલજી–વાટમાં ચેરલોકે મલા ઊટા ટે લઈ ગયા ! પન ફિકર જેવું નઠી.
લુકમાનજી–શું ટમે પટ્ટો મેલ છે ! અઠવા ટે ટમે સરકારમાં જાહેર કરૂં હોય ને કોટે માલ ને કાંઠે વલટર મલવાની ઉમેદ જેવું છે? એમ હોય ટે ટે ફિર જેવું નહિં!
અસમાલજી–જાહેર બાહેર ટે કરું નથી. જાહેર કરવાહી સરકાર કોઈ માલ આપટા નઠી, એ ચોર પકરી લા ટ ટેને સજા કરે, માતે જાહેર કરીને દલતા સરકારી કચેરીમાં આઠરાવું શું કામનું ! વરી આટો એમ ચાર એની મેલે આપનને પુછવા આવે એમ છે, ટેડી ચંટા જેવું નઠી.
લુકમાનજી–માલ લુતી ગયા, ટે પુછવા આવે એમ ટે વરી બને?
અસમાલજી–“માલ ભલે લુટી ગયા પન ભરટીયું મારી પાસે છે કેની ?” હરામખરે, ભાવ ટાલ જાના વગર વેચશે શી રીતે !!! અલબટ આપની પાસે ટેમને આવવું જરૂરનું છે? 2 વખત પકરાવી ડઈશું! હાલ ફરિઆદી કરીએ ટે ચાર લોકે ભરટીઉં જેવા આવે નહિ!
' લુકમાનજી–અરે ગદ્ધા ટેને ભરટીઆનું શું કામ? ટેને શું રૂપિઆ આપીને માલ લીધો છે કે નફે ચરાવા સારૂ ભરટીઆની જરૂર પરે ! ટેનેટે જે ઉપજે ટે ટમામ નફે છે માટે જાહેર કરૂં નહિ એથીજ મને નુકશાન ખમહું પરવાનું!
આવી રીતે કેટલેક ઠપક અસમાલજીને આપવામાં આવ્યું પણ અવસર ગયા પછી બધું નકામું હતું.
લુકમા જીને પિતાને માલ ગ તેની ઘણી દિલગીરી થઈ અને પેલા મૂર્ખ અસમાલજીને નોકરીમાંથી રજા દીધી.
આ વાત એક જાતની મૂર્ખાઈ બતાવી આપે છે.