________________
પરિચછે.
મ–અધિકાર
93
અલ્લાજે ડર હોય તે અસાંજે માલીએ અય! કાઠિઆવાડના મચ્છુકાંઠામાં માળીઆ તાલુકો આવેલો છે. તળ માળીઆમાં અને તેની આસપાસના ગામમાં મિઆણું જાતના મૂસલમાન વસે છે. તેઓ શરીરે કદાવર, હિમતે બહાદુર, લડવે શૂરાપૂરા, નેકરીઓ નિમકહલાલ, અને જેનું એક વખત જરા અન્ન ખાધેલ હોય તો તેને માથું આપનાર તરીકે જાણીતા છે.
એ જાતને એક મિઆણ પરગામથી આવતો હતો. રસ્તામાં ધર્મચુસ્ત આરબ પિતાના હમેશના રીવાજ મુજબ નિમાજ પઢતે હતો. નિમાજ પઢતાં કઇવાર ઉભા રહીને, તે કોઈવાર વાંકા વળીને, કોઈવાર ઘુટણભેર બેસીને તો કોઈવાર સેંયસાથે માથું અડાડીને ખુદાની બંદગી કરવી પડે છે, તેમ આ આરબ કરતો હતો. તે જોઈ અજ્ઞાન મિઆણાના મનમાં આવ્યું કે, “આ આરબ જરાવાર ઉભો રહે છે. બેશી જાય છે, અને વળી વાંકે વળે છે એનું શું કારણ હશે ? જરૂર તે કોઈનાથી ડરે છે ને ધાસ્તીનેમા આમતેમ કરે છે, માટે તેને પૂછી જોઉં તે ખરે!એમ ધારી –
મિણે–અરે, જનાદાર, તું આમ ઉંચો નીચો થયા કરે છે તે કેનાથી ડરે છે, અને શામાટે ડર રાખવો પડે છે?
આરબ- નારે ભાઈ, મારે કઈ માણસને ડર છેજ નહિ. મિઆણે–ત્યારે તું આમ શા માટે ઉંચ નીચો થયા કરે છે?
આરબ–આતો હું નિમાજ પડું છું. અલ્લાની બંદગી કરું છું. મિઆણે–અલ્લા કોણ છે? અને શામાટે તેની બંદગી કરવી પડે છે?
આરબ–અલ્લાએ આપણને પિદા કરેલ છે. તે આપણું પિષણ કરે છે. આપણને જે જોઈએ તે મળી આવે છે તે એની રહેમીઅત છે. આથી કરીને તેની બંદગી કરી તેના ગુણ ગાવા જોઈએ, અને આપણા હાથથી ઘણી તકસીર બને છે તે બાબતની માફી ચાહવી જોઈએ; તેથીજ આ તેની બંદગી
મિઆણ–તું અલ્લાની આમ બંદગી ન કરે તે તે શું કરે?
આરબ—તેમ ન કરીએ તો તે ગેબી શિક્ષા કરે છે. માટે એક અદ્વાનો ડર રાખું છું અને તેનાથી ડરીને આમ કરૂં છું.
મિઆણે –“અલ્લાજે ડર હોય તે અસાંજે માળીએ અચ! * કૌતુકમાળા.
૩૫